સને:૧૮૭૨, જ્યારે સારાયે ભારતદેશમાં વ્યવસ્થીતપણે પ્રથમ વખત વસતીગણતરી કરવામાં આવી, ત્યાંથી ગણતાં સને:૨૦૧૧ની વસતીગણતરી ભારતની ૧૫મી દસવર્ષીય વસતીગણતરી હતી. સ્વતંત્રતા પછીની આ સાતમી વસતીગણતરી હતી. ભારતની વસતીગણતરી એ વિશ્વમાં હાથ ધરાતું સૌથી વિશાળ વહિવટી કાર્ય છે. વસતીગણતરી આયોજકો, વસ્તીશાસ્ત્રીઓ, વિદ્વાનો અને પ્રબંધકો કે વહીવટકર્તાઓને ઉગતી જરૂરીયાતો માટે જોગવાઈ કરવાનો અંદાજ મળે એ હેતુ સારે છે. સર્વેક્ષણ, કે જે માત્ર કેટલાંક નમુનારૂપ મોજણી પુરતું મર્યાદીત હોય છે, તેનાંથી અલગપણે વસતીગણતરી વિશ્વાસપાત્ર અને પ્રમાણભૂત માહિતીઓ પુરી પાડે છે.
૨૦૧૧ની ભારતની વસતીગણતરી બે તબક્કામાં કરાઈ હતી. (૧) ઘરયાદી અને (૨) જનસંખ્યાની ગણતરી. પ્રથમ તબક્કો અપ્રિલ થી સપ્ટેમ્બર, ૨૦૧૦ સુધી સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજાયો. ગુજરાતમાં પ્રથમ તબક્કો ૨૧ એપ્રિલ થી ૪ જૂન, ૨૦૧૦ દરમિયાન યોજાયો. બીજા તબક્કાનું ક્ષેત્રિયકાર્ય (જનગણના) ફેબ્રુઆરી-માર્ચ, ૨૦૧૧માં કરવામાં આવ્યું.[૧]
No comments:
Post a Comment