૨૦૦૧માં આવેલા વિનાશક ભૂંકપની અસર
ર૬મી જાન્યુઆરી ર૦૦૧ના રોજ આવેલ વિનાશક ભુંકપની સૌથી વધારે ખરાબ અસર કચ્છ જિલ્લા પર થઇ હતી. ૬.૯ રિકટર સ્કેલના આ ભુંકપમાં જિલ્લામાં મોટા પ્રમાણમાં જાનહાની અને સંપતિને નુકસાન થયુ હતું. જિલ્લાના ભુજ, ભચાઉ, અંજાર, ગાંધીધામ અને રાપર તાલુકાઓણાં વિશેષ નુકસાન થયુ. સમગ્ર જિલ્લાના ૯૪૯ ગામોમાંથી ૮૯૦ ગામો અસરગ્રસ્ત થયા હતા. કુલ થઈને ૧ર,રર૧ જેટલા માનવ મૃત્યુ થયા હતા. ૧૪૬૦૪૧ જેટલા મકાનો સંપૂર્ણ નાશ પામ્યા હતા. જયારે ર૭૮૦પર મકાનો અંશતઃ નાશ પામ્યા હતા, ભુંકપ બાદ તુરંત જ સરકાર અને સ્વૈચ્છિકસંસ્થાઓના સહયોગથી મોટા પ્રમાણમાં બચાવ રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પુનર્વસનની તબકકાવાર કામગીરી હાથ ધરાઈ, જેના પરીણામ સ્વરુપે જિલ્લામાં મોટા પ્રમાણમાં પુનઃનિર્માણ પણ થયુ અને સાથોસાથ જિલ્લાના પુર્નવસન અને વિકાસ માટે વિશેષ પ્રોત્સાહનની યોજનાઓ અમલમાં મુકાતા જિલ્લાના ઔઘોગિક વિકાસને બળ મળ્યું છે
Wednesday, June 10, 2015
ગુજરાત મા આવેલ ભુક્ંપ વિસે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment