અનુકૂલનએ ઉત્ક્રાંતિ વિષયક પ્રક્રિયા છે, જેના દ્વારા વસતી તેના વસવાટને વધુ અનુરૂપ બને છે. [૧][૨] આ પ્રક્રિયા ઘણીબધી પેઢીઓના સમયગાળા દરમિયાન આકાર લે છે,[૩] અને તે જીવવિજ્ઞાનની પાયાની ઘટનાઓમાં એક છે.[૪]
અનુકૂલન શબ્દનો જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે ખાસ મહત્વ ધરાવતાં લક્ષણનાં સંદર્ભે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.[૫] ઉદાહરણ તરીકે, ઘોડાના દાંતનું ઘાસ ચાવવા બાબતે અનુકૂલન અથવા શિકારીઓથી બચવા તેની ઝડપથી દોડવાની ક્ષમતા. આ પ્રકારના અનુકૂલનો વિવિધ વસતિમાં, સારા યોગ્ય સ્વરૂપો દ્વારા ઉત્પન્ન થાય છે, જે વધુ સફળતાપૂર્વક ફરી ઉત્પન્ન કરે છે, એટલે કે, કુદરતી પસંદગી દ્વારા.
અનુકૂલનનું મહત્વ, જાતિઓના સંપૂર્ણ જીવ વિજ્ઞાનના સંબંધમાં જ સમજી શકાશે. જુલિયન હક્સલે [૬]
અનુકૂલન એ, સૌ પ્રથમ, શરીરના ભૌતિક ભાગ કરતાં પ્રક્રિયા વધુ છે.[૭] આ તફાવત, જયાં શારીરિક સરંચના મહદંશે સરળ તેવા આંતરિક પરોપજીવીમાં (જેમ કે કૃમિ) જોઈ શકાશે, પણ તેમ છતાં આવા સજીવોએ તેમના અસાધારણ પર્યાવરણ સાથે મોટા પ્રમાણમાં અનુકૂલન કર્યું હોય છે. આના પરથી આપણે જોઈએ છીએ કે અનુકૂલન એ માત્ર દૃશ્ય ગુણોની બાબત નથી: આવા પરોપજીવીઓમાં જીવનચક્રમાં મહત્વપૂર્ણ અનુકૂલન સ્થાન લે છે, જે ઘણીવાર સંપૂર્ણ જટિલ હોય છે.[૮] આમ છતાં, વ્યવહારુ શબ્દ તરીકે, અનુકૂલન ઘણીવાર સર્જન માટે વપરાય છે: જેમાં જાતિઓનાં તે લક્ષણો પ્રક્રિયામાંથી પરિણમે છે. સજીવ કે વનસ્પતિનાં ઘણાં પાસાને સાચી રીતે અનુકૂલન કહી શકાય, જો કે તેમાં કેટલાંક લક્ષણોનું કાર્ય હંમેશા શંકાસ્પદ હોય છે.
ઉત્ક્રાંતિની પ્રક્રિયા માટે અનુકૂલન શબ્દ, અને (સર્જન)ના શારીરિક ભાગ કે કાર્ય માટે અનુકૂલનના ગુણ નો ઉપયોગ કરીને શબ્દના બંને અર્થોને વિભાજીત કરી શકાશે.
અનુકૂલન બે તબક્કાની પ્રક્રિયાના એક પાસા તરીકે જોઈ શકાય. પ્રથમ, ભૌગોલિક અલગતા અથવા કોઈક અન્ય તંત્ર વ્યવસ્થા દ્વારા પેદા થતી સજીવની જાતિ (જાતિઓ-વિભાજન કે કલેડો-ઉત્પત્તિ) છે. [૯][૧૦] બીજું પાસું અનુકૂલન પછી આવે છે, જે પ્રાકૃતિક પસંદગી દ્વારા સંચાલિત છે. આવું કશુંક ડાર્વિનના ફિન્ચેસ સાથે બન્યું હોવું જોઈશે, અને તેવા બીજા ઘણા દૃષ્ટાંતો છે. જેમકે હાલમાં, આફ્રિકાના સરોવરની સિચલેડ માછલીની ઉત્ક્રાંતિ, જયાં પ્રજનનની અલગતાનો પ્રશ્ન ઘણો વધુ જટિલ બને છે.[૧૧][૧૨]
બીજો સિધ્ધાંતએ છે કે, સજીવ તેના વિકાસના દરેક તબક્કે અને તેની ઉત્ક્રાંતિના તમામ તબક્કે સબળ હોવો જોઈએ. આ સ્પષ્ટપણે સાચું છે, અને સજીવના વિકાસની ઉત્ક્રાંતિ, વર્તન અને સંરચના અંગેની મૂંઝવણ તે બાબતને અનુસરે છે. મુખ્ય મૂંઝવણ, જેના અંગે ખૂબ ચર્ચા થઈ છે, તે છે, જરૂરિયાત, જે ઉત્ક્રાંતિ દરમિયાન રચનામાં ફેરફાર કરે છે તે પ્રમાણમાં નાના ફેરફાર હોવા જોઈએ, કારણ કે શરીરની રચના એટલી જટિલ અને આંતરિક રીતે સંકળાયેલી હોય છે. આ સદ્ધર સિધ્ધાંત છે, જો કે તેમાં થોડાક અપવાદો હોઈ શકે: છોડોમાં પોલિપ્લોઈડ (રંગસૂત્રો) સામાન્ય છે,[૧૩] અને યુકારયોટા બનાવતાં સૂક્ષ્મ જીવોના સહજીવન વધુ વિજાતીય દૃષ્ટાંત છે.[૧૪]
તમામ અનુકૂલનો સજીવોને તેમના પરિસ્થિતિલક્ષી અનુકૂળ સ્થાનોમાં હયાત રહેવામાં મદદ કરે છે.[૧૫] આ અનુકૂલન ગુણો સરંચનાત્મક, વર્તનલક્ષી કે શારીરિક હોઇ શકે છે. સંરચનાત્મક અનુકૂલનો સજીવના શારીરિક લક્ષણો (આકાર, શરીરનું આવરણ, સજ્જતા; તથા આંતરિક વ્યવસ્થા) છે. વર્તનલક્ષી અનુકૂલનો વારસાગત વર્તણૂક શૃંખલા અને/અથવા શીખવાની ક્ષમતાથી બનેલા છે: વર્તનો વિગતે વારસાગત (સહજવૃત્તિઓ) હોય છે, અથવા શીખવાનું વલણ વારસાગત હોઈ શકે (મજ્જા-મનોવિજ્ઞાનજુઓ). ઉદાહરણો: ખોરાકની શોધ, સંભોગ, બોલવું. શારીરિક અનુકૂલનો સજીવને ખાસ કાર્યો કરવા દેવાની સાથે (ઉદાહરણ તરીકે, વિષ બનવું, ચીકણો પદાર્થ ઝરવો, ફોટોટ્રોપિઝમ) બીજા સામાન્ય કાર્યો જેવાં કે વૃધ્ધિ અને વિકાસ, ઉષ્ણતામાન નિયમન, આયોનિક સંતુલન અને હોમિયોસ્ટેસિસનાં બીજા પાસાં કરવાની પણ છૂટ આપે છે. ત્યારબાદ, અનુકૂલન સજીવની જિંદગીનાં તમામ પસાને અસર કરે છે.
વ્યાખ્યાઓફેરફાર કરો
નીચેની વ્યાખ્યાઓ મુખ્યત્વે થીઓડોસિયસ ડોબ્ઝેહન્સ્કીના કારણે મળી છે.
1. અનુકૂલન એવી ઉત્ક્રાંતિ વિષયક પ્રક્રિયા છે જેમાં જીવસૃષ્ટિ તેમના વસવાટ કે વસવાટોમાં વધુ સારી રીતે રહેવા માટે સક્ષમ બને છે.[૧૬]
2. અનુકૂલન કરવું એ અનુકૂલન થવાની સ્થિતિ છે: આ તબક્કો સજીવને તેના વસવાટોમાં જીવવા અને પ્રજનન કરવા સક્ષમ બનાવે છે.[૧૭]
3. અનુકૂલન ગુણ એ જીવના વિકાસલક્ષી ઢાંચાનું એક પાસું છે, જેથી જીવને હયાત રહેવા અને પ્રજનન માટે સક્ષમ કરે છે કે તેની શકયતા વધારે છે.[૧૮]
અનુકૂલક અને યોગ્યતાફેરફાર કરો
વધુ માહિતી માટે જુઓ મુખ્ય લેખ: Fitness (biology)
ઉપરની વ્યાખ્યાઓ પરથી, એ સ્પષ્ટ થાય છે કે, અનુકૂલક અને યોગ્યતા વચ્ચે (મહત્વપૂર્ણ વસતિ જનીન વિભાવના) સંબંધ છે. યોગ્યતા એ અંદાજ છે અને પ્રાકૃતિક પસંદગી દરની આગાહી કરનાર છે. તેમના વસવાટમાં જ્યાં સુધી થઇ શકે ત્યાં સુધી વૈકલ્પિક સમલક્ષણીઓની સંબંધિત પુનરાવર્તનદરને પ્રાકૃતિક પસંદગી બદલી દે છે.[૧૯] બંને જોડાયેલ હોવા છતાં, તેઓ એક બીજામાં સમાવતા નથી: ઊંચી અનુકૂલનતા સાથે સમલક્ષણીમાં ઊંચી યોગ્યતા ન હોઈ શકે. ડોબ્ઝેહન્સ્કી કેલિફોર્નિયન રેડવુડના દાખલાનો ઉલ્લેખ કરે છે, તે ઊંચા પ્રમાણમાં અનુકૂલિત છે, પરંતુ તેની અવશેષરૂપે જાતો નાશ પામવાના ભય હેઠળ છે.[૧૬] ઈલિયટ સોબેરે અભિપ્રાય આપ્યો હતો કે અનુકૂલન એ પશ્ચાદવર્તિ વિભાવના હતી, કેમ કે તે ગુણધર્મના ઇતિહાસ અંગે કશુંક સૂચિત કરે છે, જયારે યોગ્યતા ગુણધર્મના ભાવિની આગાહી કરે છે.[૨૦]
1. યોગ્યતા. સમલક્ષણીમાં વસતિ વિષયક તફાવતનું પ્રમાણ સા
અનુકૂલન એ ઉત્ક્રાંતિનો હૃદય અને આત્મા છે. નાઈલ્સ એલ્ડ્રેજ [૩૧]
વસવાટમાં ફેરફારોફેરફાર કરો
ડાર્વિન પહેલાં, અનુકૂલનને સજીવ અને તેના વસવાટ વચ્ચેનો એક સ્થાયી સંબંધ તરીકે જોવામાં આવતું હતું. હવામાન બદલાય એટલે વસવાટ બદલાય, અને વસવાટ બદલાય તેમ જીવવિષયક વિગતો બદલાય તેની જાણકારી ન હતી. ઉપરાંત, વસવાટ તેમના બાયોટા પ્રમાણે બદલવાને અધિન હોય છે: ઉદાહરણ તરીકે, અન્ય વિસ્તારોમાંથી જાતિઓનું આક્રમણ. આપેલા વસવાટમાં જાતિઓની સાપેક્ષ સંખ્યા હંમેશા બદલાતી હોય છે. પરિવર્તન નિયમ છે, જો કે વધુ આધાર પરિવર્તનના વેગ અને પ્રમાણ પર રહે છે.
વસવાટ બદલાય ત્યારે નિવાસી વસ્તી માટે ત્રણ મુખ્ય વસ્તુઓ બની શકે: વસવાટની શોધ, જનીનવિષયક ફેરફાર અથવા નાશ થવો. હકીકતમાં, ત્રણેય વસ્તુઓ ક્રમમાં થઈ શકે. આ ત્રણ અસરો પૈકી, માત્ર જનીન ફેરફાર અનુકૂલન સાધે છે.
વસવાટની શોધફેરફાર કરો
વસવાટ બદલાય ત્યારે સૌથી સામાન્ય વસ્તુ એ થાય છે કે નિવાસી વસતિ તેને અનુકૂળ આવે તેવા અન્ય સ્થળોએ જાય છે; ઉડતી જીવાતો કે દરિયાઈ સજીવઓમાં આ પ્રકારનો ખાસ પ્રતિભાવ રહે છે, જેમ ને ગતિ પ્રવૃત્તિ માટે વિશાળ (જો કે અમર્યાદિત નહીં) તક મળે છે.[૩૨] આ સામાન્ય પ્રતિભાવને વસવાટની શોધ કહે છે. જીવાવશેષોના રેકોર્ડમાં દેખીતી સ્થગિતતાના ગાળા માટે આ એક ખુલાસો રજૂ કરાય છે (ભાગ પડેલ સંતુલનનો સિધ્ધાંત).[૩૩]
જનનિક ફેરફરોફેરફાર કરો
વસતિની જનીન વિવિધતા પર પ્રાકૃતિક પસંદગી કામ કરે છે ત્યારે વસતિમાં જનીન ફેરફારો થાય છે. આનો અર્થ એ કે વસતિ જનીનની દૃષ્ટિએ તેના સંજોગો સાથે અનુકૂલન કરે છે.[૩૪] જનીન ફેરફારો દ્રશ્ય સરંચનામાં પરિણમી શકે, અથવા બદલાયેલ વસવાટ સાથે અનુકૂળ આવે તે રીતે શારીરિક પ્રવૃત્તિને ગોઠવી શકે.
આમ એ બાબત સ્પષ્ટ છે કે વસવાટો અને જીવોની વિગતો વારંવાર બદલાય છે. તેથી અનુકૂલનની પ્રક્રિયા કયારેય આખરી રીતે પૂર્ણ થતી નથી.[૩૫] સમય જતાં, એવું બને કે પર્યાવરણમાં સહેજ ફેરફાર થઇ શકે, અને જાતિઓ તેની આજબાજુની સ્થિતિ સાથે વધુ સારીને સારી રીતે અનુકૂળ થાય. બીજી બાજુ એવું બને કે, પર્યાવરણમાં ફેરફારો પ્રમાણમાં ઝડપથી થઇ શકે અને પછી જાતિઓ પ્રમાણમાં ઓછું અને ઓછું અનુકૂલન કરે. આ જોતાં, અનુકૂલન એક જનીન વિષયક શોધ પ્રક્રિયા છે, ખાસ કરીને વસતિ, અન્ય ઓછા પ્રતિકૂળ વિસ્તારમાં સ્થળાંતર કે ગતિ કરી શકે નહીં કે ત્યાં જાય નહીં ત્યારે હરહંમેશ અમુક વ્યાપમાં ચાલુ રહે છે. આ પ્રક્રિયા વત્તે-ઓછે અંશે ચોક્કસ પરિસ્થિતિ-વ્યવસ્થામાં દરેક જાતિને અસર કરે છે.[૩૬][૩૭]
વાન વાલેને વિચાર્યું કે, સ્થાયી પર્યાવરણમાં પણ, સ્પર્ધક જાતિઓએ તેમના સાપેક્ષ વસવાટને જાળવવા સતત અનુકૂલન કરવું પડતું હતું. આ રેડ કિવન હાયપોથિસિસ તરીકે જાણીતું થયું હતું.
આત્મીય સબંધો: સહ-અનુકૂલનોફેરફાર કરો
સહ ઉત્ક્રાંતિમાં, એક જાતિનું અસ્તિત્વ સખ્તપણે બીજી વ્યકિતની જિંદગી સાથે બંધાયેલું રહે છે, એક જાતિમાં થતાં નવાં કે 'સુધરેલાં' અનુકૂલનો, ઘણીવાર અન્ય જાતિઓના આનુષંગિક લક્ષણોના દેખાવ અને ફેલાવા દ્વારા અનુસરાય છે. આનાં ઘણાં ઉદાહરણો છે; આ વિચાર એ બાબત પર ભાર મૂકે છે કે જીવંત વસ્તુઓના જીવન અને મૃત્યુ ગાઢ રીતે સંકળાયેલા છે, તે માત્ર શારીરિક પર્યાવરણ સાથે નહીં, પરંતુ અન્ય જાતિઓની જિંદગી સાથે પણ સંકળાયેલ છે. ફૂલ ખીલવતાં છોડો અને જીવાતો (પરાગીકરણ) વચ્ચેના સંબંધની જેમ આ સંબંધ જટિલપણે ગતિશીલ છે અને લાખો વર્ષો સુધી ટ્રજેકટરિ (અવકાશી માર્ગ) પર ચાલુ રહેશે.
પરાગ રજનું સાતત્ય: આ મદ્યમાખીઓ પસંદગીની માત્ર એક જાતિના ફૂલોની મુલાકાત લે છે, જે તેમના બાસ્કેટમાં પરાગના રંગ દ્વારા જોઈ શકાશે.
No comments:
Post a Comment