રાણ કી વાવ
GK Gujarat પાટણ જીલ્લો
ક્ષેત્રફળ : 5,667 ચો કિમી
વસ્તી : 13,42,746(2011 મુજબ )
અક્ષર જ્ઞાન : 73.47%
મુખ્ય મથક : પાટણ
તાલુકાઓ : 7
ગામડાંઓ : 599
મુખ્ય શહેરો : પાટણ ,રાધનપુર
અગત્યના અન્ય શહેરો : ઉનાવા ,સિધ્ધપુર,શંખેશ્વર,ચાણસ્મા
જોવાલાયક સ્થળો : મીરા દાતારની દરગાહ(ઉનાવા ),સહસ્ત્રલિંગ તળાવ ,રાણકીવાવ,રુદ્રમહાલય(પાટણ )
પાટણના પટોળા દેશભર માં પ્રખ્યાત છે
નર્મદ ઉતર ગુજરાત યુનિવર્સીટીનું વડું મથક પાટણ ખાતે આવેલું છે .
સિધ્ધપુરનું બિંદુ સરોવર માતૃશ્રાધ માટે જાણીતું છે .
ઇતીહાસ
અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬,૨૮ માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્થાપના કરી હતી. પંચાસરના રાજા જયશિખરીનું કલ્યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઈતિહાસનો આરંભ થાય છે. આજે પણ, મૂળપંચાસરના દેવાલયમાંથી લવાયેલી પારસનાથ ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખાતા પાટણના દેરાસરમાં જોવા મળે છે. તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે. ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણયુગ સોળે કળાએ પ્રકાશ્યો સિદ્ધરાજ જયસિંહના સમયમાં. તે સમયના અત્યંત વિસ્તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાનાં વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલાં છે. અલાઉદ્દીન ખીલજીએ પાટણ ભાંગ્યા પછી અહમદશાહે પાટનગર બદલ્યું અનેસાબરમતીને તીરે અહમદાબાદ (અમદાવાદ) વસાવ્યું ને પાટણનાં મહત્વ અને જાહોજલાલીનો અસ્ત થયો.
જોવાલાયક સ્થળો
રાણીની વાવ
રાણીની વાવ: ભીમદેવની રાણી ઉદયમતીએ બંધાવેલી આ વાવ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તેની દીવાલો-ગોખમાંની અદ્ભુત સૌંદર્યવાન શિલ્પાકૃતિઓ આશ્ચર્યકારક શિલ્પકલા પ્રત્યક્ષ કરે છે.
સહસ્ત્રલિંગ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. પરંતુ હાલ, સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્કૃત પણ શાળામાં મહાન સંસ્કૃતિ વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્જ્યા તે તો હવે અપ્રાપ્ય જ નહીં વિસ્મૃત પણ છે.
પાટણમાં આ ઉપરાંત અનેક સુંદર જિનાલયો જોવા મળે છે તથા ત્યાંના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં હજારો પ્રાચીન હસ્તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે. શ્રી મુનશીના પ્રયત્નથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્યાં હેમચંદ્ર સ્મારક થયું છે. તેમાં આધુનિક વ્યવસ્થાનો ઉપયોગ કરીને
No comments:
Post a Comment