દાંડી સત્યાગ્રહ
દાંડીમાં ગાંધીજી ૫ એપ્રિલ ૧૯૩૦
દાંડી સત્યાગ્રહ એ ઇ.સ. ૧૯૩૦નાં વર્ષમાં અંગ્રેજો સામે કરવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવતાં, ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા ગાંધીજીને તે અન્યાયી પગલું લાગ્યું અને તેના વિરોધમાં તેમણે આ સત્યાગ્રહ કર્યો હતો. દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના ૭૮ સાથીદારો સાથે અમદાવાદથી ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ પદયાત્રા સ્વરૂપે કરી હતી. જે ૬ એપ્રિલ ૧૯૩૦એ નવસારી નજીક આવેલા દરિયા કિનારાનાં દાંડી ગામે પુરી કરી હતી. અહીં તેઓ કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા કે, "મૈને નમક કા કનુન તોડા હૈ"...અને ભારતમાં બીજી ઘણીબધી જગ્યાએ પણ આ રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો. આ સત્યાગ્રહ અને પદયાત્રાને ઇતિહાસમાં દાંડી કુચ તરિકે પણ ઓળખવામાં આવે છે.
No comments:
Post a Comment