Friday, June 12, 2015

ટેટ પેપર ના પ્રશ્નો નુ સોલ્યુસન

ટેટ-૧ ની પરીક્ષા પેપર સોલ્યુશન તા:૧૦-૦૬-૨૦૧૨ ♦

1.એક પતરાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે  88 સેમી અને 50 સેમી છે. આ પતરામાંથી 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઉંચાઈના કેટલા ખુલ્લા નળાકાર બનાવી શકાય?
જ. 10 નળાકાર બનાવી શકાય  (તર્ક: પતરાનું ક્ષેત્રફળ= લંબાઈ x પહોળાઈ = 88 સેમી  x 50 સેમી  = 4400 સેમી વર્ગ .. હવે 14સેમી ત્રીજયાવાળા વર્તુળ નો પરિઘ  = 2 x 22/7 x 14સેમી  = 88 સેમી . એટલે 14 સેમી ત્રિજ્યા વાળા ખુલ્લા એક નળાકાર નું ક્ષેત્રફળ  = 88 સેમી x 5 સેમી = 440 સેમી વર્ગ. અને હવે 4400 સેમી વર્ગ ભાગ્યા 440 સેમી વર્ગ = 10)

2. ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાય છે?
જ. બનાસ, સરસ્વતી અને રૂપેણ

3. એક વ્યક્તિ પાંસે રૂ.1, રૂ. 5 અને રૂ. 10  નોટ સરખા પ્રમાણમાં છે. આ બધી નોટોની કુલ કિંમત રૂ.192 થાય, તો તે વ્યક્તિની પાંસે કુલ કેટલી નોટ હશે?
જ. 36  (તર્ક: ધારો કે એ વ્યક્તિ પાસે દરેકની x નોટ છે. એટલે x + 5x + 10x = 192. એટલે 16x = 192. એટલે x = 192/16 =12)

4. શાળામાં કાયમી દફતર તરીકે ક્યાં પત્રકનો સમાવેશ થાય છે?
જ. વયપત્રક

5. બે સંખ્યાઓનો ગુ.સા.અ. 5 અને લ. સા. અ. 60 હોય તો તે સંખ્યા પૈકી કઈ એકપણ ન હોઈ શકે?
જ. 10 (તર્ક: 15 અને 20 નો ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. 5 અને 60 માં પણ    ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. પણ 10 સાથે બીજી કોઈ એવી સંખ્યા ના મળે જેનો  ગુસાઅ 5 અને લસાઅ 60 થાય)

6. Dictation is one of the important exercises in the language classroom. Here dictation means……….
જ. Teacher speaks and students write

7. “ટક્કર પટ્ટી” કઈ રમતમાં વપરાતો શબ્દ છે?
જ. કબડ્ડી

8. ચર્ચા-સંવાદ માટે નીચેના પૈકી કયો સાચો શબ્દ છે?
જ. dialogue

9. Which sentence is correct ?
જ. When have you joined this company?

10. પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટે નીચેના પૈકી કયું માળખું  રચાયેલું છે?
જ. GCERT – DIET – BRC – CRC – શાળા

11. કયું માપ સાચું નથી?
જ.1 મીલીમીટર=10 સેન્ટીમીટર

12. નીચેના માંથી કયો નિયમ આર્કીમીડીઝે  આપ્યો છે?
જ. કોઈપણ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના કદ જેટલું પ્રવાહીનું સ્થળાંતર કરે છે.

13. શિક્ષકે નવી બાબત શીખવવા માટે સીધેસીધી વાત ન કરતા વિદ્યાર્થીઓને આછી-પાતળી જાણકારી હોય તેની ચર્ચા કરી નવો મુદ્દો તેમની સામે મુકવામાં આવે છે. આ બાબત ક્યાં કૌશલ્ય સાથે જોડાયેલી છે?
જ. વિષયાભિમુખ કૌશલ્ય

14. ‘સંયુક્ત રાષ્ટ્ર’ સંદર્ભે ‘વીટો પાવર’ સાથે નીચે પૈકી કયું વિધાન સૌથી યોગ્ય છે?
જ. સત્તા ધરાવતા પાંચ સભ્ય રાષ્ટ્રો પૈકી કોઈ પણ એકનો મત વિરોધી હોય તો નિર્ણય ન લઇ શકાય

15. Identify the assertive sentence.
જ. The flowers are very colourful.

16. The cyclone caused __________ damage to the city.
જ. extensive

17. નીચેનામાંથી કયો ક્રમ કક્કાવારી મુજબ યોગ્ય છે ?
જ. સમય, સંયમ, સુવાચ્ય, સુંદર, સૂરજ

18. ભાષાકીય રીતે સાચુ વાક્ય પસંદ કરો.
જ. શિક્ષકે ભાષા શિક્ષણમાં રસ નિષ્પન્ન કરાવી શકવું જોઈએ

19. Choose the past participle of ‘to go’
જ. gone

20. The showroom __________ by now.
જ. will have opened

21. મુત્રાશયનું મુખ્ય કાર્ય __________ છે.
જ. લોહી શુદ્ધ કરવાનું

22. માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે?
જ. ઝવેરચંદ મેઘાણી

23. “સાહજિક રીતે ખચકાયા વિના બોલે છે.” કથન  નો ક્ષમતા ક્રમાંક જણાવો.
જ. 2.5.1

24. I like mangoes, my friend Fiona likes them __________
જ. too

25. LL. B નું પૂરું નામ જણાવો.
જ. Bachelor of Laws

26. ધોરણ 1 માં દાખલ થયેલા બાળકોને પ્રથમ માસ દરમ્યાન કેવા અધ્યયન અનુભવ આપવા જોઈએ?
જ. શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી

27. જેના પર ધ્યાન કેન્દ્રિત થતા પ્રતિક્રિયા જન્માવે તેવા બાહ્ય કે આંતરિક પરિબળ માટે મનોવિજ્ઞાનમાં કયો પારિભાષિક શબ્દ વપરાય છે?
જ. ઉદ્વીપક

28. તમિલનાડુ નું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે?
જ. ભારત  નાટ્યમ

29. આ શિક્ષક ખુબજ સ્પષ્ટ વાત કરે છે. તેમની દરેક વાત __________ હોય છે.
જ. અસંદિગ્ધ

30. કાચો-પોચો માણસ હોય તો એની છાતીના પાટિયા જ બેસી જાય. વાક્યમાં કાચો-પોચો શબ્દને કેવીરીતે
ઓળખીશું?
જ. દ્વિરુક્ત

31. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા મનોવૈજ્ઞાનિક કોણ હતા?
જ. ઈ. એલ. થોર્ન ડાઇક  ( Edward Lee Thorndike )

32. ‘આંકડે મધ’ શબ્દ પ્રયોગ નીચેના પૈકી કઈ સ્થિતિમાં કરવામાં આવે છે?
જ. કાર્ય સરળ હોય ત્યારે

33. પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે?
જ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ

34.ગુજરાતના ક્યાં ક્રાંતિવીર ‘ડુંગળી ચોર’ તરીકે જાણીતા છે?
જ. મોહનલાલ પંડ્યા

35. સિદ્ધરાજ જયસિંહ નો જન્મ ક્યાં થયો હતો?
જ. પાલનપુર

No comments:

Post a Comment