Friday, June 12, 2015

ઉખાણા

ઉખાણાં
વાણી નહીં પણ બોલી શકે,

પગ નથી પણ ચાલી શકે,

વાગે પણ કાંટા નહીં,

પણ એના ઈશારે દુનિયા ચાલે.

- ઘડિયાળ
પીઠે મારે ઢેકો,

ને ઉંચી છે ડોક,

વાહન તરીકે રાખે,

મને રણના લોક.

- ઊંટ
ગણ ગણ ગુંજન કરે,

ને કાન આગળ ગાય,

ચટકો તો એવો ભરે કે,

આવે ટાઢિયો તાવ.

- મચ્છર
પીળો છે મારો રંગ,

મીઠી મારી સુગંધ,

નાના-મોટાનું છું વહાલું,

તો બોલો હું ફળ કયું.

- કેળું
માથે આગ લેતી,

ધીરે આંસુડા સારતી,

મીણથી હું બનીને,

સૌને પ્રકાશ દેતી,

- મીણબતી
પાંખો છે, પણ હું પંખી નથી,

ચાંદો નથી તારો પણ નથી,

છતાં અંધારામાં ચમકું,

તો કહો દોસ્ત કોણ હું?

- આગિયો
ઠંડો પ્રકાશ રેલાઉં,

ને આકાશે દેખાઉં,

ગોળ ગોળ લાગું ને,

બાળકોનો મામા કહેવાઉં.

- ચાંદામામા
આંખો ઉપર વસતાં ને,

સૌને રાખે હસતાં,

દૂર-નજીકનું જોઈ લઈને,

કદી ન પાછા ખસતાં.

- ચશ્માં
વડ જેવાં પાન ને,

શેરડી જેવી પેરી,

મોગરા જેવાં ફૂલ ને,

આંબા જેવી કેરી.

- આંકડો  (ગુર્જર્નગરી.કોમ.)
મારું રૂપ લીલું પણ હૈયું છે લાલ,

ખાઉં લીલું તો થાઉં લાલલાલ ..............

( મહેંદી )
રાતે જુએ ને દિવસે અંધ ,પાસે જાઓ તો મારે ગંધ ,

પગ ઉપર ને નીચે અંગ, કાળો મેશ જેવો છે રંગ....

( ચામાચિડિયું )

* ભમ ભમ કરતી આવે જાય,માણસ માત્રથી ગભરાય ,

મારે ડંખ જન કરતા હાય , માનવી મારું એઠું ખાય...

( મધમાખી )

* એક નારી તીખી તમતમતી , પણ અંતે ઠંડી મનગમતી ,

જે ગરીબ ઘેર પ્રથમ નમતી, ઝટપટ કહો એ કોણ કહેવાતી ?

( ડુંગળી )

* વાંકા ચૂકા લાંબા પણ, તોરણ બની શોભા વધારે,

વૃક્ષ તેના ઊંચા ઊંચા , શોભે ઘર બાર બગીચા....

( આસોપાલવ )

(ડુંગર નો દરિયો

2 comments:

  1. એવી કઈ વસ્તુ છે જે ખરીદો ત્યારે કાળી હોય વપરાશ કરો ત્યારે લાલ હોય અને વપરાશ પછી સફેદ થઈ જાય

    ReplyDelete
  2. મારે 4 પગ છે, પણ હું ચાલી શકતો નથી. મારી પાસે 2 હાથ છે, પરંતુ હું કામ કરી શકતો નથી. મારી પાસે પીઠ છે, પણ હું વાળી શકતો નથી. હું કોણ છું ?

    ReplyDelete