ઘુડખર અભયારણ્ય
આ અભયારણ્ય એ ભારતીય જંગલી ગધેડા એટલે કે ઘુડખરનું વિશ્વનું અંતિમ આશ્રય સ્થળ છે. તેમના સંવર્ધન માટે આ સ્થાનને ભારતીય ઘુડખર અભયારણ્ય જાહેર કરાયું છે.
આ ક્ષેત્ર દુષ્કાળગ્રસ્ત અને અત્યંત શુષ્ક હોવા છતાં જૈવિક વિવિધતાથી સંપન્ન છે. આ ક્ષેત્ર ઘણા સ્થાનીય અને સ્થળાંતર કરનારા જળપક્ષીઓ જેમકે ક્રોંચ, બતક, બગલા, પેલીકન, સૂરખાબ અને જમીન પરના પક્ષીઓ જેમકે ગ્રાઉસ, ફ્રેંકોલીન અને ભારતીય બસ્ટર્ડ જેવા પક્ષીઓનું નિવાસ સ્થાન છે.
આ સ્થળ ઘુડખર સિવાય પણ ઘણા અન્ય સસ્તનોનું આશ્રયસ્થાન છે જેમ કે ભારીતીય શિયાળ (કેનીસ ઈન્ડિકા), લાલ શિયાળ કે રણનું શિયાળ અને નિલગાય.
No comments:
Post a Comment