Thursday, June 11, 2015

જુનાગઢ વિશે

જૂનાગઢ
જૂનાગઢનુ
અક્ષાંશ-રેખાંશ ૨૧°૩૧′N ૭૦°૨૮′E / ૨૧.૫૨°N ૭૦.૪૭°E
દેશ ભારત
મેયર જીતેન્દ્ર હિરપરા
વસ્તી ૩,૨૦,૨૫૦ (૨૦૧૧)
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
કોડ
• પીન કોડ • ૩૬૨ ૦૦x
જાળસ્થળ www.junagadhdp.gujarat.gov.in/junagadh/

ગુજરાતમાં સૌરાષ્ટ્રના જિલ્લા
જૂનાગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે, જે પ્રસિદ્ધ સોમનાથ મંદિર, ગીરના સિંહ અને ગિરનાર પર્વત માટે જાણીતો છે. જૂનાગઢ જિલ્લાનું પાટનગર જૂનાગઢ શહેર છે, જે એક ઐતિહાસિક નગર છે અને અત્યારે મહાનગરપાલિકા ધરાવે છે.

પોરબંદર, અમરેલી, રાજકોટ જૂનાગઢ જિલ્લાની આજુબાજુ આવેલા જિલ્લાઓ છે. તેની દક્ષિણે અરબી સમુદ્ર આવેલો છે.

૨૦૦૧ની વસતી ગણતરી મુજબ જૂનાગઢ જિલ્લાની વસતી ૨૪,૪૮,૧૭૩ છે જેમાં ૨૯ % શહેરી વિસ્તારોમાં અને બાકીના ગ્રામ્ય વિસ્તારોમાં વસે છે.

જૂનાગઢ જિલ્લામાં આવેલા તાલુકાઓ
ઉના
કેશોદ
કોડીનાર
જૂનાગઢ
તાલાળા
વેરાવળ
ભેંસાણ, જૂનાગઢ જિલ્લો
માણાવદર
માળિયા
માંગરોલ, જૂનાગઢ જિલ્લો
મેંદરડા
વંથલી
વિસાવદર
સુત્રાપાડા
તારીખ ૧૫-૮-૨૦૧૩ના રોજ આ જિલ્લામાંથી અલગ ગીર સોમનાથ જિલ્લાની રચનાની જાહેરાત કરવામાં આવી છે. નવ રચિત સૂચિત જિલ્લામાં, (૧) વેરાવળ (૨) તાલાળા (૩) સુત્રાપાડા (૪) કોડીનાર (૫) ઉના અને (૬) નવ રચિત ગીર ગઢડા તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.[૧]

જૂનાગઢની જાણીતી જગ્યાઓ
અક્ષરધામ (સ્વામિનારાયણ મંદિર)
સોમનાથ મંદિર
ગિરનાર પર્વત
ગીરનું જંગલ, એશીયાઇ સિંહ માટેનું અભયારણ્ય
દીવ
તુલસીશ્યામ
સતાધાર
દામોદર કુંડ
સિંચાઇ
જૂનાગઢ જિલ્લામાં સામાન્‍ય રીતે ૧પ જુન થી ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં વરસાદ પડે છે. ઓઝત, મધુવંતી, હિરણ, મચ્‍છુન્‍દી, શિંગાડા, રાવલ, ઉબેણ, સોનરખ, સાબલી, મેઘલ, વગેરે મોટી નદીઓ આવેલી છે. જિલ્‍લામાં મોટા ડેમ આવેલા નથી પરંતુ રાજય સિંચાઇ વિભાગના નિયંત્રણ હેઠળના મધ્‍યમ અને નાના મળી કુલ ૧૮ ડેમ આવેલા છે. સને ર૦૧૦ના વર્ષમાં આ જિલ્‍લામાં સૌથી વધુ વરસાદ તાલાળા તાલુકામાં ર૦ર૦ મી.મી. અને સૌથી ઓછો વરસાદ ભેંસાણ તાલુકામાં ૧૧પ૮ મિ.મી. નોંધાયો હતો. જિલ્‍લાનો સરેરાશ વરસાદ ૧પપ૪.ર૮ મી. મી. છે.

No comments:

Post a Comment