સૂર્ય એ સૂર્યમંડળનો એક તારો છે. તે તેના મુખ્ય ઘટકોથી દૂર આવેલો છે. તેનું [[વિશાળ કદ પૃથ્વી કરતાં લગભગ 3,32,900 ગણું મોટું છે. તે પોતાના ગર્ભ|[૧૬]વિશાળ કદ પૃથ્વી કરતાં લગભગ 3,32,900 ગણું મોટું છે. તે પોતાના [[ગર્ભ]]]]માં તાપમાન અને ઘનત્વ પેદા કરે છે જે પરમાણુ સંયોજનનો ભાર ઝીલવાને સક્ષમ હોય છે. સૂર્ય પ્રચંડ ઊજાર્ પેદા કરે છે. મોટાભાગની ઊર્જા અવકાશમાં રેલાઇ જતી હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનથી 400થી 700 એનએમ બેન્ડ જેટલો પ્રકાશ ઉત્પાન્ન થાય છે જેને આપણે દૃશ્યમાન પ્રકાશ તરીકે ઓળખીએ છીએ.
સૂર્યનું વર્ગીકરણ પીળા રંગના દ્વાર્ફ ગ્રહ તરીકે જી2 પ્રકારના તારા તરીકે કરી શકાય. પરંતુ આના કારણે ગેરસમજ થશે કારણ કે આપણી આકાશગંગાના મોટાભાગના તારાઓ આ જ પ્રકારના છે. સૂર્ય તેના કરતા જરા વિશાળ અને વધારે પ્રકાશમાન છે.[૧૭] તારાઓનું વર્ગીકરણ હર્ટ્ઝસ્પ્રુન્ગ રસેલની આકૃતિ પ્રમાણે કરી શકાય. આ આકૃતિ તારાની જમીન પર તેના તાપમાનની સરખામણીએ તેની તેજસ્વીતા દર્શાવે છે. સામાન્યતઃ ગરમ તારાઓ વધારે તેજસ્વી હોય છે. તારાઓ દ્વારા અનુસરવામાં આવતી આ પ્રક્રિયાને મુખ્ય ઘટના ક્રમ કહેવામાં આવે છે. સૂર્ય બરાબર તેની મધ્યમાં રહેલો હોય છે. જોકે સૂર્ય કરતાં પણ તેજસ્વી અને ગરમ તારાઓ ખૂબ જ ઓછા છે. પરંતુ નોંધપાત્ર રીતે ઝાંખા અને ઠંડા તારાઓને લાલ દ્વાર્ફ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના ગ્રહો સામાન્ય છે. આકાશગંગામાં લગભગ 85 ટકા આ પ્રકારના ગ્રહો આવેલા છે.[૧૭][૧૮]
એમ માનવામાં આવે છે કે સૂર્ય મુખ્ય ઘટના ક્રમમાં તેની સ્થિતિ તેને તારાઓના જીવનનો અગત્યનો સ્રોત બનાવે છે. આ કારણોસર તેણે તેનું પરમાણુ સંયોજન માટે જરૂરી એવું હાઇડ્રોજનનું તત્વ ગુમાવ્યું નથી. સૂર્યની તેજસ્વિતા સતત વિકાસ પામતી રહી છે. અગાઉ તેના ઇતહાસમાં સૂર્ય આજે જેટલો છે તેના કરતા 70 ટકા જેટલો તેજસ્વી હતો.[૧૯]
સૂર્ય એ પોપ્યુલેશન I પ્રકારનો તારો છે. તેનો ઉદ્ભવ બ્રહ્માંડના વિકાસના અંતિમ ચરણમાં થયો હતો. અને તેથી જ તે જૂના પોપ્યુલેશન II ગ્રહોની સરખામણીએ હાઇડ્રોજન, ધાતુઓ (ખગોળીય ભાષામાં) અને હિલિયમ કરતાં વધારે ભારે પદાર્થો ધરાવે છે.[૨૦] હાઇડ્રોજન અને હિલિયમ કરતા પણ ભારે તત્વોનું નિર્માણ જૂના તેમજ ધડાકા સાથે ફાટતા તારાઓના ગર્ભમાં થાય છે. એટલે બ્રહ્માંડ જ્યારે નવાતારાઓથી ભરાઇ જાય ત્યારે જૂના તારાઓ નષ્ટ થઇ જશે. જૂના તારાઓમાં ધાતુઓનું પ્રમાણ ઓછુ હોય છે જ્યારે નવા તારામાં તેનું પ્રમાણ વધારે હોય છે. ધાતુનું વધારે પડતું પ્રમાણ સૂર્ય માટે ગ્રહમંડળની રચનામાં મહત્તવનું સાબિત થાય છે. કારણ કે ગ્રહોનું નિર્માણ દ્રવ્ય પ્રકારના ધાતુઓથી થતું હોય છે.[૨૧]
સૂર્યમંડળ માં સૂર્ય તેમજ ગુરૂત્વાકર્ષણના નિયમને આધિન કેટલાક અવકાશી પદાર્થોનો સમાવેશ થાય છે. આ તમામ પદાર્થોનો ઉદ્ભવ અંદાજે 4.6 અબજ વર્ષો પહેલાં સૂક્ષ્મ કણોથી બનેલાં મોટાં વાદળાંનાં તૂટી પડવાને કારણે થયો છે. આ તમામ અવકાશી પદાર્થોનો સમૂહ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આ સૂર્યમંડળ પરિવારના લગભગ 8 જેટલા ગ્રહોની પરિભ્રમણ કક્ષા ગોળાકાર હોય છે. આ પ્રકારના ગ્રહોની સપાટી સમતળ હોય છે જેને કાન્તિવૃત્ત કહેવામાં આવે છે. અંદરની બાજુના ચાર નાના ગ્રહોઃ બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને પાર્થિવ ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રહો ખડકો અને ધાતુઓના બનેલા હોય છે. બહારની બાજુના ચાર ગ્રહોઃ આ ગ્રહોમાં ગુરૂ,શનિ, યુરેનસ અને નેપ્ચ્યુનનો સમાવેશ થાય છે. આ ગ્રહોને ગેસના ગોળાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહો મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલીયમ વાયુના બનેલા હોય છે તેમજ તેઓ પાર્થિવ ગ્રહો કરતા વિશાળ કદના હોય છે.
સૂર્યમંડળને નાના અવકાશી પદાર્થોથી બનેલા બે અન્ય પ્રાંતોનું પણ ઘર માનવામાં આવે છે. મંગળ અને ગુરૂ ગ્રહની વચ્ચે તારાઓના સમૂહનો એક પટ્ટો પથરાયેલો હોય છે જેમાં રહેલા અવકાશી પદાર્થો પાર્થિવ ગ્રહો જેવા જ હોય છે. આ ગ્રહો પણ ધાતુ તેમજ ખડકોના બનેલા હોય છે. નેપ્ચ્યુનની ભ્રમણકક્ષાથી આગળ ટ્રાન્સ નેપ્ચ્યુનિયન અવકાશી પદાર્થોનો સમૂહ આવેલો છે. આ તમામ પદાર્થો મુખ્યત્વે ઠંડા પદાર્થો જેવા કે પાણી, બરફ, એમોનિયા અને મિથેન જેવા પદાર્થોના બનેલા છે. આ પ્રદેશોમાં પાંચ સ્વતંત્ર અવકાશી પદાર્થો જેવા કે સેરેસ, પ્લુટો, હાઉમિયા, મેકેમેક અને એરિસ આવેલા છે. આ પદાર્થોનું ઘનત્વ ખૂબ જ વધારે હોય છે તેમજ તેમનું ગુરૂત્વાકષર્ણ બળ પણ વધારે હોય છે. એટલે જ તેમને વામન કદના વિશાળ તારાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે પ્રદેશોમાં હજારોની સંખ્યામાં નાના અવકાશી તત્વો ઉપરાંત નાના અવકાશી પદાર્થોની વસતી પણ રહેલી છે. જેમાં કોમેટ્સ, સેન્ટાર્સ અને અંતિરક્ષની રજકણોનો સમાવેશ થાય છે. આ પદાર્થો બંને પ્રદેશોની વચ્ચે મુક્તપણે અવર-જવર કરતાં હોય છે.
સૂર્ય પવનોમાં આયન અને વીજાણુઓની સરખી સંખ્યા ધરાવતો વાયુ ધરાવે છે. આ વાયુ તારાઓની વચ્ચેના રહેલા માધ્યમમાં એક પરપોટાનું નિર્માણ કરે છે જેને હિલિઓસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. જેનું વિસ્તરણ સમતળ સપાટી સુધી થાય છે. પૂર્વપક્ષાત્મક ઊર્ટ વાદળ લાંબાગાળાના ધૂમકેતુના સ્રોત તરીકેની ભૂમિકા ભજવે છે. આ વાદળ હિલોસ્ફિયર કરતાં હજારો ગણું દૂર હોઇ શકે છે. છ ગ્રહો અને ત્રણ દ્વાર્ફ ગ્રહોની ફરતે કુદરતી ઉપગ્રહો પરિભ્રમણ કરતા હોય છે. સામાન્યતઃ તેમને ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ચંદ્ર બાદ તમામ ચાર બહારના ગ્રહો અવકાશી રજકણ અને અન્ય પદાર્થોથી બનેલી રિંગથી ઢંકાયેલા હોય છે.
હજારો વર્ષો સુધી માનવજાતિમાં કેટલાક અપવાદોને બાદ કરતાં સૂર્યર્મંડળના અસ્તિત્વનો કોઇને ખ્યાલ નહોતો. તેઓ માનતા હતા કે પૃથ્વી સ્થિર છે અને તે બ્રહ્માંડની મધ્યમાં આવેલી છે. તેમજ અવકાશમાં વિહરતા પવિત્ર પદાર્થોથી તે નિરપવાદપણે અલગ છે. જોકે ભારતીય ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ અને ગ્રીકના તત્વચિંતક એરિસ્ટ્રેશસ ઓફ સામોસે સૂર્યકેન્દ્રી બ્રહ્માંડ અંગેનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ નિકોલસ કોપરનિકસ ગાણિતિક દ્રષ્ટિએ સૂર્યકેન્દ્રી વ્યવસ્થાનું ભાવિ ભાખનાર પ્રથમ વૈજ્ઞાનિક હતો.[૧] સત્તરમી સદીના તેના અનુગામીઓ ગેલિલિયો ગેલિલી,જ્હોન્સ કેપલર અને આઇસેક ન્યૂટન આ બધાએ ભૌતિકશાસ્ત્ર અંગેની સમજ ઊભી કરી હતી જેના કારણે ધીમે-ધીમે લોકોને ખ્યાલ આવ્યો કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેમજ પૃથ્વી જે રીતે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેવી જ રીતે અન્ય ગ્રહો પણ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તાજેતરના સમયમાં ટેલિસ્કોપમાં આવેલાં પરિવતર્નો અને માનવરહિત અવકાશયાનના ઉપયોગ મારફતે ગ્રહો કે અવકાશી પદાર્થો ઉપર રહેલા ખડકો અને ક્રેટર્સ જેવા ભૂસ્તરશાસ્ત્રને લગતા પદાર્થોના અભ્યાસ અને સંશોધન સક્ષમ બન્યાં છે. આ ઉપરાંત ગ્રહો કે અવકાશી પદાર્થો ઉપર રહેલા વાદળો, રજકણનાં તોફાનો અને આઇસ કેપ્સ જેવા મોસમગત સંશોધનો પણ સરળ બન્યાં છે.
સૂર્યમંડળનો મુખ્ય ઘટક સૂર્ય છે. સૂર્યમંડળનો જી2 પ્રકારનો આ [[મુખ્ય તારો|મુખ્ય તારો]] મંડળના 99.86 ટકા જેટલા ભાગ ઉપર પ્રભુત્વ ધરાવે છે અને તેમના ઉપર ગુરૂત્વાકર્ષણ બળથી પ્રભુત્વ ધરાવે છે.[૨] સૂર્યની ભ્રમણકક્ષાના ચાર મુખ્ય અંગો છે. ગેસના ગોળાઓ બાકીના 99 ટકા પદાર્થોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં પણ ગુરૂ અને શનિનું પ્રદાન 90 ટકા જેટલું રહેલું છે.[c]
સૂર્યની ભ્રમણ કક્ષામાં રહેલા વિશાળ કદના પદાર્થો પૃથ્વીની ભ્રમણ કક્ષામાં રહેલા છે. જેને કાન્તિવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. ગ્રહો કાન્તિવૃત્તની ખૂબ જ નજીક આવેલા હોય છે જ્યારે ધૂમકેતુઓ અને ક્વાઇપર પટ્ટે તેના કરતાં નોંધપાત્ર રીતે દૂર આવેલો છે.[૩][૪] તમામ ગ્રહો અને મોટા ભાગના અન્ય અવકાશી પદાર્થો સૂર્યની સાથે જ અને તેની દિશામાં જ પરિભ્રમણ કરે છે. (સૂર્યના ઉત્તર ધ્રુવ ઉપરથી જોઇ શકાય છે તે રીતે દક્ષિણાવર્ત). જોકે આમાં હેલીના ધૂમકેતુ જેવા અપવાદો પણ છે. વધારે પડતાં અંતર સાથે તાલ મિલવવા માટે સૂર્યમંડળના ઘણા અવકાશી પદાર્થો સરખા અંતરે આવેલા હોય છે. હકીકતમાં જોઇએ તો થોડા અપવાદો સાથે ગ્રહો કે પટ્ટાનું અંતર સૂર્યથી અને તેની આગલી ભ્રમણકક્ષાથી વધારે હોય છે. દા.ત. શુક્ર બુધ કરતાં સૂર્યથી 0.33 એસ્ટ્રો યુનિટ (એયુ) (એયુ)[d] દૂર આવેલો છે. જ્યારે શનિ ગુરૂ કરતાં 4.3 એયુ અને નેપ્ચ્યુન યુરેનસ કરતા 10.5 એયુ દૂર આવેલો છે. ભ્રમણ કક્ષા વચ્ચે રહેલાં અંતર વચ્ચેનો સહસબંધ જાણવા અંગેના ટિટિયસ બોડે નિયમ જેવા પ્રયાસો થઇ રહ્યા છે [૫]પરંતુ કોઇ ચોક્કસ અભ્યાસને માન્યતા આપીને સ્વીકારવામાં આવ્યો નથી.
કેપલરના ગ્રહોની ગતિના નિયમમાં સૂર્યની ભ્રમણ કક્ષામાં રહેલા પદાર્થોની ભ્રમણ કક્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે. કેપલરના નિયમ અનુસાર દરેક પદાર્થ સૂર્ય સાથે એક જ કેન્દ્રની આસપાસ દીર્ઘ વર્તુળાકારે ફરે છે. નાની તેમજ મધ્યમ ધરી ધરાવનારા અને સૂર્યની નજીક રહેલા ગ્રહોનાં વર્ષો ટૂંકા હોય છે. લંબગોળાકારે પરિભ્રમણ દરમિયાન દરેક ગ્રહનું સૂર્યથી અંતર તેનાં વર્ષોને આધારે અલગ અલગ થાય છે. જ્યારે કોઇ ગ્રહ સૂર્યની સૌથી વધુ નજીક આવી જાય તેને પેરિહિલિયન કહેવામાં આવે છે જ્યારે તે સૂર્યથી ખૂબ જ દૂર જતો રહે તેને એફેલિયન કહેવામાં આવે છે. પેરિહિલિયન દરમિયાન દરેક ગ્રહો ઝડપી ગતિએ ભ્રમણ કરતા હોય છે જ્યારે એફિલિયન દરમિયાન તેઓ ધીમી ગતિએ પરિભ્રમણ કરતા હોય છે. મોટાભાગના અવકાશી પદાર્થોની ભ્રમણકક્ષા લગભગ ગોળાકાર જેવી હોય છે પરંતુ ધૂમકેતુઓ, એસ્ટોઇડ્સ અને ક્વાઇપર પટ્ટામાં રહેલા અવકાશી પદાર્થો અતિશય લંબગોળાકારે પરિભ્રમણ કરતા હોય છે.
સૂર્યમંડળમાં રહેલા દરેક ગ્રહોને પોતાનું એક ગૌણ મંડળ પણ હોય છે. ઘણા બધા પદાર્થો ગ્રહોની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે જેમને કુદરતી ઉપગ્રહો અથવા તો ચંદ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પૈકીના કેટલાક તો બુધ ગ્રહ કરતાં પણ વિશાળ હોય છે. મોટાભાગના વિશાળ કુદરતી ઉપગ્રહો સરખી ગતિએ ફરતા હોય છે તેમનો એક ભાગ તે જે ગ્રહની આસપાસ ફરતો હોય તેની તરફ રહે છે. ચાર વિશાળ ગ્રહોને એટલે કે ગેસના ગોળાઓને ફરતે અવકાશી પદાર્થોથી બનેલી એક રિંગ આવેલી હોય છે. આ રિંગો અવકાશી પદાર્થોની બનેલી પાતળી પટ્ટી જેવી હોય છે અને તે ગ્રહોને ફરતે એકાકારે ફરતી હોય છે.
કેટલીક વખત સૂર્યમંડળને વિવિધ પ્રાંતોમાં વહેંચવામાં આવે છે. અંદરનાં સૂર્યમંડળમાં ચાર ટેરેસ્ટેરિયલ એટલે કે પાર્થિવ ગ્રહો અને મુખ્ય એસ્ટરોઇડ પટ્ટાનો સમાવેશ થાય છે. ચાર ગેસના વિશાળ ગોળાઓ સહિતનું બહારનું સૂર્યમંડળ એસ્ટરોઇડ પટ્ટાની બહાર આવેલું હોય છે.[૬] સૂર્યમંડળના સૌથી બહારના કે દૂરના ભાગ તરીકે ક્વાઇપર પટ્ટાને ઓળખવામાં આવે છે. આ પટ્ટો સ્પષ્ટપણે જોઇ શકાય તેવો છે અને તેમાં નેપ્ચ્યુનની પેલે પાર આવેલા પદાર્થોનો સમાવેશ થાય છે.[૭]
ગતિની દૃષ્ટિએ અને સ્થૂળ રીતે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા પદાર્થોનું વર્ગીકરણ ત્રણ ભાગમાં કરી શકાય ગ્રહો , દ્વાર્ફ ગ્રહો અને સૂર્યમંડળના નાના પદાર્થો . ગ્રહ એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતો એ પ્રકારનો પદાર્થ છે કે જેની પાસે પોતાને ગોળાકાર આકાર આપવા માટે પૂરતાં તત્વો ધરાવે છે અને તેણે તેની આસપાસના નાના અવકાશી પદાર્થોને સાફ કરી નાખ્યા છે. આ વ્યાખ્યા અનુસાર જોવામાં આવે તો સૂર્ય મંડળમાં 8 જાણીતા ગ્રહો આવેલા છે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. આ વ્યાખ્યા પ્લુટોને લાગુ નથી પડતી, કારણ કે તેણે તેની ભ્રમણ કક્ષામાં રહેલા અવકાશી પદાર્થોને સાફ નથી કર્યા.[૮] દ્વાર્ફ ગ્રહ એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતો એવો અવકાશી પદાર્થ છે કે જે પોતાના ગુરૂત્વાકર્ષણ બળને આધારે પરિભ્રમણ કરવાને સક્ષમ છે પરંતુ તેણે તેની આસપાસના અવકાશી પદાર્થોના સમૂહને સાફ નથી કર્યા તેમજ તે ઉપગ્રહ પણ નથી.[૮] આ વ્યાખ્યા પ્રમાણે જોઇએ તો સૂર્યમંડળમાં કુલ પાંચ દ્વાર્ફ ગ્રહો આવેલા છે. સેરેસ, પ્લુટો, હાઉમિયા, મેકેમેક અને એરિસ[૯] ભવિષ્યમાં કેટલાક અવકાશી પદાર્થોને પણ દ્વાર્ફ ગ્રહો તરીકે ગણવામાં આવી શકે છે જેમાં સેધા, ઓર્કસ અને ક્વાઓરનો સમાવેશ થાય છે.[૧૦] જે દ્વાર્ફ ગ્રહો ટ્રાન્સ નેપ્ચ્યુનિયન પ્રદેશમાં પરિભ્રમણ કરે છે તેમને "પ્લુટોઇડ"ના નામે ઓળખવામાં આવે છે.[૧૧] આ સિવાયના સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી રહેલા અવકાશી પદાર્થોને સૂર્યમંડળના નાના પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે.[૮]
ખગોળ વૈજ્ઞાનિકો સૂર્યમંડળમાં મળી આવેલા વિવિધ પદાર્થોને ધ્યાનમાં રાખીને ગ્રહોનું વર્ગીકરણ કરતી વખતે વાયુ , બરફ અને ખડક જેવી પરિભાષાનો પ્રયોગ કરે છે.[૧૨] ખડક શબ્દનો પ્રયોગ ઊંચુ તાપમાન ધરાવતા વરાળ જેવા પદાર્થોથી બનેલા તત્વોના કે ગલનબિંદુના વર્ણન માટે વાપરવામાં આવે છે. આ પ્રકારના તત્વો અવકાશી પદાર્થોના સમૂહની વચ્ચે તમામ પ્રકારની સ્થિતિમાં સખત રહે છે.[૧૨] ખડકોમાં રહેલા પદાર્થોમાં સિલિકેટ્સ અને નિકલ તેમજ લોખંડ જેવી ધાતુઓનો સમાવેશ થાય છે.[૧૩] સામાન્યતઃ અંદરના સૂર્યર્મંડળમાં અમુક વસ્તુઓ સૌથી વધારે જોવા મળે છે. મોટાભાગના પાર્થિવ ગ્રહો અને એસ્ટરોઇડ તેનાથી બનેલા હોય છે. વાયુઓ અત્યંત નીચું ગલનબિંદુ અને વરાળનું ખૂબ જ ઊંચું દબાણ ધરાવતા પદાર્થો છે. જેમાં રાસાયણિક રૂપલ ગુમાવ્યા વિનાનો હાઇડ્રોજન, હિલિયમ, નિયોન વગેરેનો સમાવેશ થાય છે. આ પદાર્થો અવકાશના ગેસવાળા વિસ્તારોમાં રહે છે.[૧૨] આ તમામ સૂર્યમંડળના મધ્યભાગ ઉપર પ્રભુત્વ ધરાવે છે જેમાં ગુરૂ અને શનિનો સમાવેશ થાય છે. પાણી, મિથેન, એમોનિયા, હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ[૧૩] વગેરે જેવા બરફ નું ગલનબિંદુ અમુક સો કેલ્વિન જેટલું હોય છે. જ્યારે તેમની કળા પરિસરતું દબાણ અને તાપમાન ઉપર આધાર રાખે છે.[૧૨] આ તમામ પદાર્થો સૂર્યમંડળની વિવિધ જગ્યાઓ ઉપર બરફ, પ્રવાહી અને વાયુના સ્વરૂપે જોવા મળે છે. જ્યારે સૂર્યમંડળથી દૂરના પ્રદેશોમાં તેઓ સખત કે ગેસવાળા પદાર્થો તરીકે જોવા મળે છે.[૧૨] મોટા ભાગના વિશાળ ઉપગ્રહો ઉપર બર્ફીલા પદાર્થો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત યુરેનસ અને નેપ્ચ્યુન (કહેવાતા બરફના વિશાળ ગોળાઓ) ઉપરાંત નેપ્ચ્યુનની પેલે પાર રહેલા અસંખ્ય અવકાશી પદાર્થો ઉપર તે જોવા મળે છે.[૧૪][૧૩] ગેસ અને બરફ બંનેને સંયુક્ત રીતે વોલેટાઇલ એટલે કે અસ્થિર તરીકે ઓળખવામાં આવે છે.[૧૫]
No comments:
Post a Comment