Friday, June 12, 2015

ગુજરાતી વ્યાકરણ

રુઢીપ્રયોગ :-  ઉમેશ બેરડીયા

અક્કલ ગીરો મૂકવી Ø બીજાની બુદ્ધિએ ચાલવું
અક્કલ ગુમ થઈ જવી તે Ø બુદ્ધિ ખોઈ બેસવી
અક્કલ ચરવા જવી Ø ભાન ભુલવું – વિચાર્યા વિના કામ કરવું તે
અક્કલ દોડાવવી-ચલાવવી Ø વિચારીને ડાહપણથી કામ કરવું તે
અક્કલ મારી જવી Ø બુદ્ધિ કે સમજ જતી રહેવી
અક્કલ વેચવી Ø સમજણ ન પડે છતાં પણ બુદ્ધિ વાપરીને વર્તન કરવું
અક્કલના કાંકરા થવા Ø બુદ્ધિનો પ્રદર્શન થવુ તે,
અક્કલની ખાણ Ø બહુ અક્કલવાળું માણસ
અક્કલનું આંધળું Ø દોઢડાહ્યું, બેવકુફ, મુર્ખ
અક્કલનો ઓથમીર Ø અણસમજુ, બેવકુફ
અક્કલનો દુશ્મન Ø મુર્ખ, અણસમજુ, બેવકુફ
અક્ષરવાસી થવું Ø મરણ પામીને બ્રહ્મગતિ મેળવવી, મૃત્યુ પામવું
અખત્યાર લઈ લેવો Ø સત્તા લઈ લેવી
ઈજજત આપવી- કરવી Ø માન આપવું, આબરૂં વધારવી
ઈજજતના કાંકરા કરવા Ø માન પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવું
ઈડરિયો ગઢ જીતવો Ø ન થઈ શકે તેવું પરાક્રમ કરવું, કોઈ મોટું અશક્ય કાર્ય કરવું.
ઈન મીન ને સાડેતીન Ø ત્રણ ચારથી વધારે નહિ તેટલા માણસ
ઈશ્વરના ઘરની ચીઠ્ઠી Ø ઈશ્વરનો હુકમ, કુદરતી રીતે થતો બનાવ, મોત આવવું.
ઈશ્વરના ઘરની દોરી તૂટવી Ø આવરદા પૂરી થવી, જીવન પૂરૂ થવું.
કપાળમાં ચાલ્લો કરવો Ø કંઈ ન આપવું (તિરસ્કારના અર્થમાં બોલાય છે )
કપાળે ચોટવું Ø કર્યા કે ભોગવ્યા વિના છૂટકો ન થાય તે
કપાળે લખાવી આપવું Ø નિર્માણ થવું સુભાગ્ય થઈ જન્મવું
કપૂરે કોગળા કરવા Ø સુખી હોવું, સુખ વૈભવ માણવો,
કબર ખોદવી Ø પોતાને નુકશાન થાય એવું વર્તન કરવું
ખજાને ખોટ ન આવવી Ø કંઈ પણ વસ્તુ ન ખૂટવી, અઢળક વસ્તું હોય તે,
ખટકો રાખવો Ø કોઈ પણ કામ પ્રત્યે હંમેશા સતેજ હોય તે
ખડિયા પોટલા બાંધવા Ø ઊપડી જવું, ઉંઠાતરી કરવી
ખડી જવું Ø મોરચેથી હટી જવું, કોઈ પણ કામમાં પાછું પડવું
ખણખોદ કરવી Ø કોઈની નિંદા કરવી, ધીમીધીમી ગપસપ કરવી તે
ગગન સાથે વાત કરવી Ø કરી ન શકાય તેવા કામની તેવી મોટી મોટી વાતો કરવી
ગજ વાગવો Ø યોગ્ય ઠેકાણે યોગ્ય રીતે શક્તિ કામે લાગવી
ગજગજ કૂદવું Ø મસ્તીમાં આવવું
ગજવા ભરવા Ø લાંચ આપવી, ખોટા રસ્તેથી મિલ્કત એકઢી કરવી તે
ગજવામાં ઘાલવું Ø તુચ્છ ગણી કાઢવું, માન ન આપવું તે
ગજવું જોઈને વાત કરવી Ø પોતાની શક્તિ અનુસાર વર્તવું તે,
ઘડાઈને ઠેકાણે આવવું Ø સતત કામ કરવાથી અનુભવી બનવું તે
ઘડીના છઠ્ઠા ભાગમાં Ø સહેજ વારમાં, જોત જોતામાં, પળવારમાં જે કાર્ય થાય તે.
ઘડો ગાગર થવો Ø કોઈ નિશ્ચિત ન હોય તેવી બાબતનો નિકાલ થાય તે.
ઘડો ગાગર થવો Ø કોઈ નિશ્ચિત ન હોય તેવી બાબતનો નિકાલ થાય તે.
ઘરનો દિવો Ø જેવા વડે ઘરની આબરૂ શોભી રહેતી હોય તે,
ઘરનો દિવો Ø જેવા વડે ઘરની આબરૂ શોભી રહેતી હોય તે,
ઘરનો સ્તંભ Ø જેના આધારે ઘર ચાલતું હોય તે
ઘરનો સ્તંભ Ø જેના આધારે ઘર ચાલતું હોય તે
ચકચક કરવું Ø ઉતાવળે કલબલ કલબલ કરવું તે
ચકચક કરવું Ø ઉતાવળે કલબલ કલબલ કરવું તે
ચકચૂર થવું – બનવું Ø બહુ ખાવા-પીવાથી ચાલી ન શકાય તેવું થવું.
ચકચૂર થવું – બનવું Ø બહુ ખાવા-પીવાથી ચાલી ન શકાય તેવું થવું.
ચકડોળે ચડવું Ø ઉપર-નીચે જવું,
ચકડોળે ચડવું Ø ઉપર-નીચે જવું,
ચકલા ચૂંથવા Ø હલકો ધંધો કરવો, કોઈ પણ કામ કરતો પણ તેનું વળતર
ચકલા ચૂંથવા Ø હલકો ધંધો કરવો, કોઈ પણ કામ કરતો પણ તેનું વળતર
ચડી વાગવું Ø બહેકી જવું, મર્યાદા ન માનવી
અક્કલ ગુમ થઈ જવી તે Ø બુદ્ધિ ખોઈ બેસવી
અક્કલ ચરવા જવી Ø ભાન ભુલવું – વિચાર્યા વિના કામ કરવું તે
ઝટકા પડવા Ø ના ગમતું કામ કરવું પડે ત્યારે આ શબ્દ વપરાય છે.
ઝડતી લઈ નાખવી Ø સારી પેઠે ઠપકો આપવો.
ટકા કરવા Ø રોકડી કરવી, ક્યાંકથી ફાયદો થાય તે
ટકાના તેર Ø ગણતરીમાં ન લેવાય એમ માનવા માટે આ શબ્દ છે
ટક્કર ઝીલવી Ø આફતનો સામનો કરવો,
ટપી જવું Ø બીજાથી ચઠિયાતા થવું, હોશીંયાર હોવું તે
ટલ્લે ચડાવવું Ø વાયદા કરવા, રખડાવવું, કોઈ કામ સમયસર ન કરવું
ઠંડા પહોરનું Ø ગપ મારવી, છોલવું એટલે કે મોટી મોટી વાતો કરવી
ઠંડા પાણીએ ન્હાવું Ø મોટું નુકશાન જવું તે, અથવા ઠગાઈ જવું,
ઠેકાણે પાડવું Ø કોઈનું કાસળ કાઢવું (મારી) નાંખવું,
ઠોકર ખાવી Ø અથડાઈ જવું, કોઈ શિખામણ આપે તેવી ભૂલ કરવી,
ઠોકી બેસાડવું Ø કોઈ વાત પરાણે મનાવવી અથવા બંધબેસતી કરવી,
ડખો કરવો Ø નકામી વાત કે કજીયો કરવો, ખોટું લડવું, ઝઘડવું,
ડખો ઘાલવો Ø કોઈ વાતમાં વચ્ચે પડીનેવિઘ્નો ઊભા કરવાં.
ડફણાં મારવાં Ø ફટકા મારવા, મતલબ કે વધારે પડતું બોલવુ
ડબકા મેલવા Ø જાણ્યા વિના બોલવું, કોઈ વાચમાં વચ્ચે બોલવું તે.
ડંકો વડાગવો Ø કિર્તિ ફેલાય તેવું કામ કર્યું હોય, કોઈ વાત જાહેર કરવી
ડંફાસ મારવી Ø બડાઈ મારવી, મોટી મોટી વાતો કરવી
ઢસરડા કરવા Ø ન થાય તેવું કામ હોય તો પણ મરતા મરતા જે કામ કરવું
ઢંઢેરો પીટવો Ø ખાનગી વાત જાહેર કરવી, લોકો જાણે તેવું કરવું,
ઢાંકપિછોડો કરવો Ø કોઈ વાતને દાબવી અથવા ખાનગી રાખવી,
વડના વાંદરા ઉતારવા Ø અટકચાળું હોવું

શબ્દ સમૂહ માટે એક શબ્દ

અશુભ સમાચારનો પત્ર – કાળોતરી
આકાશ અને ધરતી મળે તે રેખા – ક્ષિતિજ

No comments:

Post a Comment