Thursday, June 11, 2015

બ્રહ્માંડ વિશે

સ્થૂળ રીતે જેટલી પણ વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે, જેમ કે સમગ્ર અવકાશ અને સમય, તમામ પ્રકાર અને રૂપનાં દ્રવ્યો, ઊર્જા અને વેગ તથા આ સહુને નિયંત્રિત કરતા ભૌતિક નિયમો અને સ્થિરાંકો, આ સહુને એકત્રિત રીતે બ્રહ્માંડ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. છતાં, બ્રહ્માંડ શબ્દનો ઉપયોગ સહેજ જુદા પ્રકારના સંદર્ભોમાં પણ થાય છે; જેમ કે નિયમ અને વ્યવસ્થાસભર વિશ્વ , દુનિયા અથવા કુદરત જેવી બાબતો સમજાવવા માટે બ્રહ્માંડ શબ્દ વાપરવામાં આવે છે.

હાલના ખગોળશાસ્ત્રીય નિરીક્ષણોના અર્થઘટનો દર્શાવે છે કે બ્રહ્માંડની વય 13.73 ( ± 0.12) અબજ વર્ષ છે,[૧] અને અવલોકનક્ષમ બ્રહ્માંડનો વ્યાસ ઓછામાં ઓછો 93 અબજ પ્રકાશ વર્ષો અથવા 8.80 ×૧૦26 મીટર જેટલો છે.માત્ર 13 અબજ વર્ષોમાં બે તારાવિશ્વો એકબીજાથી 93 અબજ પ્રકાશ વર્ષો જેટલી દૂર થઈ ગયાં તે વાત વિરોધાભાસી લાગી શકે, કારણ કે વિશિષ્ટ સાપેક્ષતા અનુસાર અવકાશ-સમયના પ્રાદેશિક વિસ્તારમાં દ્રવ્ય પ્રકાશના વેગને ઓળંગી શકે નહીં. જો કે સામાન્ય સાપેક્ષતા અનુસાર અવકાશ કોઈ પણ આંતરિક મર્યાદા વિના પોતાની રીતે વિસ્તરી શકે છે; અને આમ બે તારાવિશ્વો જો તેમની વચ્ચેનો અવકાશ વિસ્તરે તો પ્રકાશના વેગ કરતાં પણ વધુ ઝડપથી જુદી પડી શકે છે.) બ્રહ્માંડનું કદ સીમિત છે કે અસીમિત તે અનશ્ચિત છે.

મહાવિસ્ફોટ (બિગ બૅન્ગ) નામે જાણીતી બ્રહ્માંડ અંગેની પ્રચલિત વૈજ્ઞાનિક માન્યતા અનુસાર બ્રહ્માંડનું વિસ્તરણ પ્લાન્ક યુગારંભ નામના એક અત્યંત ગરમ, ઘન પદાર્થમાંથી થયું હતું, જેમાં અવલોકનક્ષમ બ્રહ્માંડનાં તમામ દ્રવ્ય અને ઊર્જા સંકોચાયેલા હતાં. પ્લાન્ક યુગારંભથી શરૂ કરીને બ્રહ્માંડ તેના અત્યારના સ્વરૂપ સુધી કદાચ બ્રહ્માંડના ફુલાવાના (10-32 સેકન્ડ કરતાં ઓછા એવા) એક સંક્ષિપ્ત ગાળાના વેગથી વિસ્તરતું આવ્યું છે.કેટલાંક સ્વતંત્ર પ્રાયોગિક પરિમાણો આ વિસ્તરણના અનુમાનને અને વધુ સામાન્યપણે મહાવિસ્ફોટના તર્કને ટેકો આપે છે. તાજેતરનાં અવલોકનો દર્શાવે છે કે આ વિસ્તરણ સતત વધતું જવાનું મૂળ કારણ શ્યામ ઊર્જા અને બ્રહ્માંડના મોટા ભાગના દ્રવ્ય અને ઊર્જા પૃથ્વી પર જોવા મળતાં દ્રવ્ય અને ઊર્જા કરતાં મૂળભૂત રીતે જુદા છે અને સીધી રીતે અવલોકનક્ષમ નથી, તે છે. બ્રહ્માંડની છેવટની નિયતિ અંગેની આગાહીઓને હાલનાં અવલોકનોની અચોક્કસતા અવરોધે છે.

તેની સમગ્ર વિસ્તાર અને ઇતિહાસમાં બ્રહ્માંડ એક સરખા ભૌતિક કાયદાઓ અને સ્થિરાંકથી નિયંત્રિત છે એવું પ્રયોગો અને અવલોકનો સૂચવે છે. બ્રહ્માંડના અંતરો વચ્ચેનું મુખ્ય બળ ગુરુત્વાકર્ષણ છે, અને હાલમાં સૌથી ચોકસાઈભરેલો ગુરુત્વાકર્ષણનો નિયમ સામાન્ય સાપેક્ષતા છે. જેના આધારે તે કામ કરે છે તે બાકીનાં ત્રણ મૂળભૂત બળો અને તમામ જાણીતા કણો પ્રમાણભૂત મૉડલમાં દર્શાવવામાં આવ્યાં છે. બ્રહ્માંડ અવકાશના કમ સે કમ ત્રણ અને સમયનું એક પરિમાણ ધરાવે છે, અલબત્ત પ્રાયોગિક ધોરણે અતિશય નાનાં પરિમાણોને ગણતરીમાં લઈ શકાયાં નથી. અવકાશ-સમય, અવકાશનાં ત્રણ અને સમયનું ચોથું એમ ચાર અસરપરસ સંબંધિત સ્થિતિના ચાર પરિમાણ એકબીજા સાથે નિર્વિધ્ને અને સ્પષ્ટપણે જોડાયેલાં છે, અને અવકાશ ખૂબ નાનો, મધ્યમસર વળાંક ધરાવે છે, જેથી સમગ્ર બ્રહ્માંડમાં એકંદરે યુકલીડની ભૂમિતિ ચોક્કસ સાબિત થાય છે. તેનાથી વિપરીત, વેગની માપપટ્ટી પર અવકાશ-સમય અત્યંત અશાંત/તોફાની હોય છે.

બ્રહ્માંડ શબ્દને, તમામ વસ્તુઓ જેમાં સમાઈ જાય છે તે બ્રહ્માંડ, એમ સામાન્ય રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો કે, બીજી વૈકલ્પિક વ્યાખ્યા અનુસાર, કેટલાક લોકો એવું અનુમાને છે કે આ "બ્રહ્માંડ" એ બીજાં ઘણાં "બ્રહ્માંડો"માંથી છૂટું પડેલું માત્ર એક બ્રહ્માંડ છે, અને આ બ્રહ્માંડોના સમૂહને બહુ-બ્રહ્માંડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બ્રહ્માંડના પરપોટાના અનુમાન અનુસાર, અનંત પ્રકારનાં "બ્રહ્માંડો" અસ્તિત્વ ધરાવે છે, અને દરેકના ભૌતિક સ્થિરાંકો જુદા જુદા હોય છે. એવી જ રીતે, અનેક-વિશ્વોની કલ્પના અનુસાર, દરેક કવોન્ટમ મેઝરમેન્ટ સાથે નવાં "બ્રહ્માંડો" પેદા થાય છે. આ બ્રહ્માંડો સામાન્ય રીતે આપણા પોતાના બ્રહ્માંડથી સદંતર કપાયેલા, છૂટાં છે એવું ધારવામાં આવ્યું છે અને તેથી તેને પ્રાયોગિક રીતે જોવા/તપાસવા અશકય છે.

સમગ્ર દસ્તાવેજિત ઇતિહાસમાં, બ્રહ્માંડને લગતા અભ્યાસ/અવલોકનો માટે કેટલાંક બ્રહ્માંડમીમાંસા અને બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેના અનુમાન રજૂ કરવામાં આવ્યાં છે. તેમાં સૌથી જૂનાં છે પ્રાચીન ગ્રીકોએ વિકસાવેલાં પરિમાણવાચક ભૂકેન્દ્રીય મૉડલો. તેમના અનુમાન મુજબ, બ્રહ્માંડ અનંત અવકાશ ધરાવે છે અને સનાતન સમયથી તેનું અસ્તિત્વ છે, પણ તે સીમિત કદના સમાનકેન્દ્રીય ગોળાઓનું એક જૂથ ધરાવે છે- જે અવિચલ તારાઓ, સૂર્ય અને વિવિધ ગ્રહોની આસપાસ ગોળાકારમાં ફરે છે પણ પૃથ્વી સ્થિર છે.એ પછીની સદીઓમાં વધુ ચોક્કસ નિરીક્ષનો અને ગુરુત્વાકર્ષણની સુધારેલા સિદ્ધાન્તોના પરિણામે કૉપરનિક્સના સૂર્યકેન્દ્રીય મૉડલ અને ન્યૂટનપ

No comments:

Post a Comment