Friday, June 12, 2015

માસવાર જનરલ નોલેજ

General Knowledge

2012 નો પ્રસંગપટ-જનરલ નોલેજ(સપ્ટેમ્બર થી ડીસેમ્બર)

સપ્ટેમ્બર

અમેરિકી અખબાર વૉશિંગ્ટન પોસ્ટે મનમોહનસિંઘને નિષ્ફળ વડાપ્રધાન તરીકે ભલે રજૂ કર્યા પણ મનમોહનસિંઘે બહુ મક્કમતાપૂર્વક આર્થિક નિર્ણયો લઈને સૌને ચોંકાવી દીધા ! વિરોધ પક્ષોના નિશ્ચિત વિરોધ અને ધમકીઓને અવગણીને દેશી બજારમાં વિદેશી કંપનીઓને 'એફ.ડી.આઇ.' દ્વારા પ્રવેશ આપવાનો નિર્ણય લીધો.
વિકાસ જોઈએ છે તો સાહસ અને જોખમ માટે તૈયાર રહો તેમ કહ્યું. 'પૈસા કાંઈ ઝાડ પર ઉગતા નથી ! હજુ કડક નિર્ણયો લેવા પડશે, મને સાથ આપો.' મમતાએ યુપીએ સાથે છેડો ફાડયો. તૃણમૂલના છ પ્રધાનોએ રાજીનામા આપ્યા. પ. બંગાળમાં મમતાએ વિરોધમાં ભવ્ય રેલી કાઢી રિટેઇલમાં એફ.ડી.આઇ.ના નિર્ણયના વિરોધમાં એન.ડી.એ., સ.પા. અને ડાબેરી પક્ષોએ હાથ મિલાવ્યા અને 'ભારત બંધ' દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો. ડિઝલના ભાવમાં પાંચ રૃપિયાનો વધારો કરાયો અને વર્ષમાં રાહત દરે હવે માત્ર છ જ ગેસના સિલિન્ડર મળશે. દર ત્રણ મહિને તેની કિંમત નક્કી થશે પેટ્રોલિયમ મંત્રાલયે ગેસ ડિલર્સની માંગણી પર ચાર કેટેગરી અને તેના ભાવ કેટેગરી પ્રમાણે નક્કી કર્યા. કોલસા કૌભાંડમાં ભાજપે કોલ બ્લોક રદ કરાયા પછી જ સંસદ ચાલશે તેવો આગ્રહ રાખ્યો. મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને એન.સી.પી.ના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા.
આર.ટી.આઇ. કાર્યકર્તા અંજલિ દમણિયા દ્વારા ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી પર સિંચાઈ કૌભાંડ દબાવવાનો આક્ષેપ. હરિયાણાના સુરજકુંડમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી યોજાઈ. બઢતીમાં અનામત પ્રમોશન વિધેયક રજૂ થતા રાજ્ય સભામાં હોબાળો થયો. સ.પા.- બ.સ.પા. સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ ભારત- પાકિસ્તાનને ૩૮ વર્ષ બાદ વિઝાના નિયમો બદલ્યા. તેલંગાણા માટે એક લાખથી વધુ લોકો માર્ગો પર આવ્યા ઠેર ઠેર દેખાવો થયા સંસદ અને રાષ્ટ્રીય ચિહ્ન પર વાંધાજનક વ્યંગ ચિત્રો બનાવનાર વિખ્યાત કાર્ટુનિસ્ટ અસિમ ત્રિવેદીના દેશદ્રોહના આરોપ હેઠળ ધરપકડ કરાઈ.
સપ્ટેમ્બર મહિનાની સ્ટાર ઓફ ધ મન્થ કુમાર દીપિકાકુમારી રહી હતી. ભારતની સ્ટાર આર્ચર દીપિકા કુમારીએ વર્લ્ડકપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તાઈપેઈ ખાતે યોજાયેલ ''એશિયન ટૂર ગોલ્ફ ટૂર્નામેન્ટ''માં ભારતના ગગનજીત ભલ્લરે ચેમ્પિયનશિપ મેળવી હતી. નવી દિલ્હી ખાતે રમાયેલ નહેરૃકપમાં ભારતે કપ મેળવ્યો. ફાઈનલમાં કેમરૃનને પેનલ્ટી શૂટઆઉટમાં ૫ વિરૃધ્ધ ૪ થી હરાવી ભારતે વિજય મેળવ્યો હતો. ભારતે ત્રીજી વખત આ સફળતા મેળવી ચેમ્પિયનશિપની હેટ્રીક સર્જી હતી. બેંગ્લોર ખાતે રાજસ્થાન અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે યોજાયેલ ઈરાની કપની ફાઈનલમાં રેસ્ટ ઓફ ઈન્ડિયાએ કપ મેળવ્યો હતો. શ્રીલંકા ખાતે મેન્સ અને વિમેન્સનો ટી-૨૦ વર્લ્ડકપ, ૨૦૧૪ના ફિફા વર્લ્ડકપ માટે ક્વોલીફાઈય રાઉન્ડ, ડેવિસકપ વિગેરેનો પ્રારંભ થયો. ટેનિસમાં બ્રિટીશ ખેલાડી એન્ડી મરેએ મેજીક મરેબનીને યુ.એસ. ઓપનનો ખિતાબ જીત્યો હતો. ૭૬ વર્ષના લાંબાગાળાબાદ ગ્રાન્ડસ્લેમ જીતનાર પ્રથમ બ્રિટીશ ખેલાડી બન્યો.
ટેસ્ટ ક્રિકેટ જગતમાં ભારત ખાતે ભાર અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટમેચની શ્રેણી યોજાય હતી. બેંગ્લોર ખાતેની દ્વિતીય ટેસ્ટમેચમાં ભારતે પાંચ વિકેટથી વિજય મેળવવા સાથે શ્રેણીમાં ૨ વિરૃધ્ધ ૦ થી શ્રેણી વિજય મેળવ્યો હતો. મેન ઓફ ધ મેચનો એવોર્ડ વિરાટ કોહલીએ અને સીરિઝનો એવોર્ડ આર. અશ્વિનએ મેળવ્યો હતો.
ટેનિસમાં યુ.એસ. ખાતે યુ.એસ. ઓપન રમાય હતી. જેમાં મહિલા વિભાગનું ટાઈટલ વિમ્બલ્ડન વિજેતા સરેના વિલિયમ્સે ચોથી વખત અને કારકીર્દીનું ૧૫મું ટાઈટલ જીત્યું હતું. સેરેનાએ ઓલિમ્પિક ટાઈટલ પણ જીતવાની સિધ્ધિ મેળવી હતી. પુરૃષ વિભાગમાં બ્રિટીશ ટેનિસ સ્ટાર એન્ડી મુરે બે ટાઈટલ જીતીને ૭૬ વર્ષ બાદ કોઈ ગ્રાન્ડ સ્લેમનું ટાઈટલ જીતનાર સૌપ્રથમ ઐતિહાસિક સ્ટાર બન્યો. મહિલા ડબલ્સનું ટાઈટલ ઈટાલીના સારા ઈરાની અને રોબર્ટા વિન્સીએ જીત્યું હતું. જ્યારે પુરૃષ ડબલ્સમાં બ્રાયન બ્રધર્સ એ યુ.એસ. ઓપનની ચોથી વખત ટાઈટલ જીત્યું હતું.

ઓકટોબર

ઓક્ટોબર મહિનો એ અનેક કૌભાંડોનો પર્દાફાશ કરતો અને 'નિલમ' વાવાઝોડાથી વિનાશ વેરતો મહિનો રહ્યો. ભાજપના પ્રમુખ ગડકરીની કંપની 'પૂર્તિ પાવર એન્ડ સુગર'માં મોટા ગોટાળાઓનો અહેવાલ, નીતિન ગડકરીના ડ્રાઇવર અને એકાઉન્ટન્ટ ડાયરેક્ટર ! ગડકરીએ રાજીનામું આપવાની જરૃર નથી તેમ સંઘે કહ્યું. હરિયાણાના આઇ.એ.એસ. અધિકારી અશોક ખેમકાએ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા ડી.એલ.એફ. જમીન સોદાની ડીલ રદ કરી. અરવિંદ કેજરીવાલએ રોબર્ટ વાડ્રા પર ૩૦૦ કરોડની ૩૧ સંપત્તિઓ ખરીદવાનો આરોપ. કાયદામંત્રી સલમાન ખુરશીદ પર એક ટી.વી. ચેનલને વિકલાંગો માટેના ટ્રસ્ટના નાણાંકીય વ્યવહારોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. ખુરશીદે કેજરીવાલને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે કલમથી નહીં લોહીથી કામ લઈશ ! કેજરીવાલએ દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતને વીજ કંપનીઓા દલાલ કહ્યા. લવાસ પ્રોજેક્ટના ગોટાળામાં કેન્દ્રીય મંત્રી શરદ પવારનો આખ

No comments:

Post a Comment