Wednesday, June 10, 2015

કચ્છ ની ભોગોલિક સ્થિતી

ભૌગોલિક સ્થિતિ
કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન, પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠીયાવાડથી જુદું પાડે છે. કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે. જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર ૪પ,૬પર ચો.કી.મી. છે. જે પૈકી ૩૮પપ ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ર૩.ર૮ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. જિલ્લામાં કુલ ૧૦ તાલુકા, ૧૦ શહેરો અને ૯૫૦ ગામડા છે.[૨]

વહીવટી તાલુકાઓફેરફાર કરો
કચ્છમાં આવેલા તાલુકાઓની યાદી નીચે મુજબ છે.

અબડાસા નખત્રાણા ભચાઉ
અંજાર ગાંધીધામ માંડવી
મુન્દ્રા રાપર લખપત
ભુજ
વિધાનસભા બેઠકોફેરફાર કરો
ગુજરાત વિધાનસભાની અબડાસા, માંડવી, ભુજ, ગાંધીધામ, અંજાર અને રાપર એમ છ બેઠકો કચ્છ જિલ્લામાં આવેલી છે.

No comments:

Post a Comment