Friday, June 12, 2015

લોકસાહી વિશે ના મારા વિચાર

lલોકશાહી-એક શાશનવ્યવસ્થા.
                                    લોકશાહિ-એક શાશન વ્યવસ્થા.

         લોકશાહી શાશન પધ્ધતિ આજકાલ ની નથી, 2500 વર્ષ પહેલા પણ શાશન ની આ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી, ભારત માં આ પધ્ધતિ બુધ્ધ યુગ દરમ્યાન જોવા મળતી હતી, એ સમયે નાના નગર રાજ્યો અસ્તિત્વમાં હતા, તેનો વિસ્તાર નાનો હતો અને ઝડપથી નિયમન રાખીશકાય તેમ હતુ. હાલના બિહાર અને ઉત્તરપ્રદેશ  પાસે વૈશાલિ, કપિલવસ્તુ, કુશિનારા જેવા નગરો માં લોકશાહી શાશન વ્યવસ્થા જોવા મળતી હતી, તેમની સંસદ માં પ્રત્યેક નાગરિક ઉપસ્થિત રહી શકતો અને નિર્ણય લેવા ની પ્રક્રિયા મા સક્રિય ભાગ લેતો હતો, .તેમના બંધારણ લેખિત સ્વરુપે રાખવામાં આવતા, આ બંધારણ ના પુસ્તક ને પ્રવેણીપુસ્તક કહેવામાં આવતુ હતુ. પ્રવેણીપુસ્તક માં શાશન ના નિયમો લખવામાં આવતા હતા, અને તે નિયમો નુ કોઈ ઉલ્લંઘન કરતુ નહી.

     નગર રાજ્યની સંસદ ને તે સમયે  ‘સંથાગાર ‘ શબ્દ થી ઓળખવામાં આવતી, સંથાગાર માં પ્રત્યેક નગરજન પોતાનો મત આપી શકતો મત દાન ગુપ્ત ન હતુ, મત જાહેર કરવા માટે બે રંગની લાકડી આપવામાં આવતી, હકાર માટે એક લાકડી અને નકાર માટે બીજા રંગની લાકડી ઉપયોગમાં લેવામાં આવતી, આવી લાકડીઓ ને  ‘છંદશલાકા ” કહેવામાં આવતી, મત ને છંદ કહેતા. કોઈ પણ નિર્ણય માટે સમ્મતિ કે અસમ્મ્તિ દર્શાવવા નગરજનો જેતે રંગ ની શલાકા ઉંચી કરતા, તે ગણી લેવામાં આવતી અને જેની સંખ્યા વધુ હોય તે અનુસાર નિર્ણય લેવામાં આવતો.આ પધ્ધતિ ‘ડાયરેક્ટ’ લોકશાહી પધ્ધ્તિ  હતી, ભારત ઉપરાંત પ્રાચિન ગ્રીસ ના એથેંસ ,સ્પાર્ટાજેવા નગરરાજ્યો પણ અસ્તિત્વ માં હતા, જ્યાં લોકશાહી વ્યવસ્થા હતી.

        ડાયરેક્ટ લોકશાહી નાના નગર રાજ્યો માંજ વ્યવહારુ હતી, મોટા સામ્રાજ્યો માં દેશના નાગરિકો એક સ્થળે એકત્ર થઈ શકે નહી તેથી પ્રતિનિધિત્વ ધરાવતી લોકશાહી નો ઉદ્ભવ થયો આ પધ્ધતિ માં રાજ્યના વિવિધ વિભાગ પાડી દેવામાં આવતા અને પ્રત્યેક વિભાગ ની વસ્તી ના ધોરણે તે વિસ્તાર નો એક પ્રતિનિધિ ચુંટી કાઢવામાં આવે, જે તેના વિસ્તાર નુ પ્રતિનિધિત્વ કરે એવી વ્યવસ્થા નક્કી કરવા માં આવી,આમાં રાજકિય પક્ષો અસ્તિત્વ માં આવ્યા, બધાજ રાજકિય પક્ષો રાજ્યના વિવિધ વિસ્તારો માં પોતાના પક્ષ ના ઉમેદવાર ને ઉભો રાખે, અને જેને વધુ મત મળે તે સંસદમાં જાય અને એ વિસ્તાર ના લોકો નુ પ્રતિનિધિત્વ કરે. સંસદમાં જે રાજકિય પક્ષના સભ્યો ની સંખ્યા વધુ હોય તે પક્ષ ની સરકાર બને. હાલ આપણા દેશમાં આ વ્યવસ્થા અનુસાર કેન્દ્ર સરકાર નુ નિર્માણ થાય છે.

       આ પધ્ધતિ માં લોકો નુ સાચુ પ્રતિનિધિત્વ હોય છે કે નહી એ વિવાદ નો પ્રશ્ન છે, ધારો કે એક મતવિસ્તાર માં કુલ મત એક લાખ છે, એ વિસ્તાર માં જુદા જુદા પક્ષ ના ત્રણ ઉમેદવારો ઉભા રહ્યા છે, એક લાખ મતદાતાઓ માંથી 60000 લોકો એ મતદાન કર્યુ છે, જે પૈકી એક પક્ષના ઉમેદવાર ને 25000 મત, બીજા પક્ષ ના ઉમેદવાર ને 15000 અને ત્રીજા પક્ષ ના ઉમેદવાર ને 20000 મત મળ્યા છે, તેમાંથી 25000 મત મેળવનાર વ્યક્તિ ચુંટાયેલો જાહેર થશે અને તે એ વિસ્તાર નો પ્રતિનિધી ગણાશે,પરંતુ ખરી રીતે તો તે વિસ્તાર ના 35000 લોકોએ તેની વિરુધ્ધ માં મત આપ્યો છે, તેમ છતા તેને વિજયી ઘોષિત કરવો પડે છે. આમ તેને તે વિસ્તારના લોકો નો સાચો પ્રતિનિધિ ગણવો કે નહી એ ચર્ચા નો વિષય છે,ખરા અર્થમાં તે પોતાના વિસ્તાર નો પ્રતિનિધિ નહી પણ પોતાના રાજકિય પક્ષ નો પ્રતિનિધિ હોય છે અને પક્ષ ની નિતિ અનુસાર તે નિર્ણય માં મત આપે છે. તેને લોકો ની પરવાનથીહોતી પણ પક્ષ ની શિશ્તમાં રસ હોય છેઆને આજે લોકશાહી કહેવામાં આવે છે, સ્વાભાવિક છે કે આ પધ્ધતિ માં લોકો નુ એક મર્યાદા સુધી મહત્વ છે, એ પછી લોકો પાછળ રહી જાય છે, અને પક્ષિય સરકાર પોતાની નિતિ અનુસાર શાશનની ધુરા સંભાળે છે. પછી પ્રબન્ધ સરકારના હાથમાં હોય છે, લોકો ને પુછવામાં આવતુ નથી, એક વખત ચુંટાયા પછી પાંચવર્ષ સુધી લોકો તેમને પાછા બોલાવી શકતા નથી, .

        એ સત્ય છે કે આવડા મોટા દેશમાં આ પ્રકારનીજ લોકશાહી ચલાવી શકાય, એક અબજની વસ્તી ધરાવતા દેશ ના બધાજ લોકો ડાયરેક્ટ પધ્દ્ધતિ થી શાશનમાં ભાગ લઈ ન શકે, પણ એ જરુરી છે કે તેમના પ્રતિનિધિઓ એ પોતાના વિસ્તાર ના લોકો ની લાગણી ને વફાદાર રહેવુ જોઈએ, અને પોતાના લોકો ની લાગણી ને સમજવી જોઈએ,જે પક્ષિય નિતિ ના કારણે શક્ય બનતુ નથી, અને લોકો દુખીજ રહી જાય છે,ઉપર ના ઉદાહરણ અનુસાર ચુંટાયેલો પ્રતિ નિધિ પોતાના વિસ્તાર ના એકલાખ લોકો નો નહી પણ ખરેખરતો માત્ર પચીશહજાર લોકો નોજ પ્રતિનિધી ગણાય, પણ એક ગલત બહુમતિ ના કારણે તે એ વિસ્તાર નો પ્રતિનિધી ગણાય છે, પછી તેને પોતાના વિસ્તાર ના કામ કરવામાં ઓછો રસ હોય અને પક્ષ ના કામો માં વધુ રસ હોય તે સ્વાભાવિકજ છે.

        ચુંટાયેલો પ્રતિ નિધિ એ પછી પોતાની જાત ને રાજા સમાન અને બીજાઓ થી વિશિષ્ઠ ગણવા લાગે છે, કારણ પાંચવર્ષ સુધી તેને કોઈ હટાવી શકતુ નથી, પાંચવર્ષ પ

ફ્રોમ ઉમેશ્ એમ.બી.

No comments:

Post a Comment