Thursday, June 11, 2015

પ્રુથવી ના પાંચ મહાસાગર વિશે

📗 પૃથ્વીના પાંચ મહાસાગર
પૃથ્વીની સપાટી પર ૭૧ ટકા
ભાગમાં સમુદ્રો આવેલા છે. નાના
મોટા દરિયા અને સમુદ્રો ઘણા છે.
પરંતુ પાણીના વિશાળ જથ્થાને
મહાસાગર કહે છે. પૃથ્વી પર પાંચ
મહાસાગર છે. આ મહાસાગર
એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ
ખંડ પ્રમાણે તેના નામ પાડવામાં
આવ્યા છે.

(૧) સૌથી મોટો પેસિફિક
મહાસાગર પૃથ્વીની સપાટીનો
ત્રીજો ભાગ રોકે છે. આ મહાસાગર
સૌથી ઊંડો પણ છે. તેની સરેરાશ
ઊંડાઇ ૩૯૭૦ મીટર છે પણ તેમાં
સૌથી ઊંડું સ્થાન મેરિયાના ટ્રેન્ચ
૧૦૯૧૧ મીટર ઊંડુ છે. પેસિફિક
મહાસાગરને પ્રશાંત મહાસાગર પણ
કહે છે. આ મહાસાગર એશિયા અને
ઓસ્ટ્રેલિયા ખંડોને દક્ષિણ
અમેરિકાથી જુદા પાડે છે.
આંતરરાષ્ટ્રીય દિનાન્તર રેખા
પેસિફિક મહાસાગરમાંથી પસાર
થાય છે. પેસિફિકમાં સૌથી વધુ
૨૫૦૦૦ ટાપુઓ છે.

(૨) વિશ્વનો બીજો સૌથી
મોટો એટલાન્ટિક મહાસાગર
યુરોપ અને આફ્રિકાને અમેરિકાથી
જુદા પાડે છે. એન્ટલાન્ટિક
જુરાસીક યુગમાં બનેલો સૌથી
નાની વયનો છે. આ મહાસાગરમાં
ગરમ પાણીના પ્રવાહો યુરોપને
હૂંફ આપે છે. સૌથી વધુ દરિયાઇ સફર
એટલાન્ટિકમાં થાય છે.

(૩) સૌથી મોટો ત્રીજો
મહાસાગર હિંદ મહાસાગર છે. હિંદ
મહાસાગરનું પાણી સૌથી વધુ ગરમ
રહે છે. સૌથી ઓછા જળચરો આ
મહાસાગરમાં રહે છે. તેની સરેરાશ
ઊંડાઇ ૩૭૪૧ મીટર છે.

(૪) સધર્ન કે દક્ષિણ મહાસાગર
દક્ષિણ ધ્રુવમાં આવેલો છે. તેમાં
હમેશાં બરફ છવાયેલો રહે છે. તે સરેરાશ
૩૨૭૦ મીટર ઊંડો છે.

(૫) આર્કટિક મહાસાગર એટલે ઉત્તર
ધ્રુવની આસપાસનો દરિયો સૌથી
છીછરો ૧૨૦૫ મીટરની ઊંડાઇ
ધરાવતા આ મહાસાગરમાં હમેશાં
બરફ છવાયેલો રહે છે.

No comments:

Post a Comment