Wednesday, June 10, 2015

ધરતીક્ંપ વિસે જાણવા જેવુ

ધરતીકંપ
ફેરફાર કરોઆ પાનું ધ્યાનમાં રાખો
ધરતીકંપ (ભૂકંપ અથવા આંચકા તરીકે પણ ઓળખાય છે) એ પૃથ્વી (Earth)નાં પડો (crust)માં અચાનક ઊર્જા મુકત થવાથી સર્જાતાં ધુ્રજારીનાં કંપનો (seismic wave)નું પરિણામ છે.સીઝમોમીટર (seismometer) કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપમાપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે. સામાન્ય રીતે ધરતીકંપની જે-તે ક્ષણની તીવ્રતા (moment magnitude) નોંધવામાં આવે છે અથવા તો વધુ પ્રચલિત એવા રિકટર સ્કેલ (Richter)માં તેને માપવામાં આવે છે. ૩ અથવા તેનાથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપ મોટા ભાગે અતિસૂક્ષ્મ હોવાથી નોંધાતા નથી જયારે ૭ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ ઘણા મોટા વિસ્તારમાં ગંભીર નુકસાન પહોંચાડે છે. ધ્રુજારીની તીવ્રતા સુધારેલા મેરકલ્લી સ્કેલ (Mercalli scale) પર માપવામાં આવે છે.

ધ્રુજારી, આંચકા દ્વારા અને કોઈક વખત જમીન ખસેડીને ભૂકંપ ધરતીની સપાટી પર બહાર આવે છે. જયારે ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) (epicenter) દરિયામાં કયાંક બહુ દૂર હોય ત્યારે ઘણી વખત સમુદ્ર તળ એટલું ખસે છે કે તેનાથી ત્સુનામી (tsunami) પેદા થાય છે. ભૂકંપથી ભૂસ્ખલન થઈ શકે છે અને કયારેક જવાળામુખી પણ જાગૃત થઈ શકે છે.

એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો, જેનાથી ભૂ-કંપનો (seismic wave) ઊભા થાય એવાધરતીના પેટાળમાં થતા કોઈ પણ પ્રકારના હલનચલનને દર્શાવવા માટે ધરતીકંપ શબ્દ વાપરવામાં આવે છે. પછી ભલે તે કુદરતી ઘટના (phenomenon) હોય કે પછી માનવસર્જિત ઘટનાના કારણે સર્જાયાં હોય. મોટા ભાગે ભૂસ્તરોમાં ભંગાણ (faults) થવાથી ભૂકંપ પેદા થતા હોય છે પરંતુ જવાળામુખીના કારણે, ભૂસ્ખલનના કારણે, ખાણમાં બારુદ વિસ્ફોટો અને અણુકેન્દ્ર સંબંધી પ્રયોગોના કારણે પણ ભૂકંપ આવી શકે છે. ભૂકંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્રબિંદુ (focus) કે ઉદ્ભવબિંદુ (હાયપોસેન્ટર) (hypocenter) કહેવામાં આવે છે. બરાબર એની ઉપર જયાં આ ધ્રુજારી જમીનના સ્તરને અડે છે તેને ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) (epicenter) કહેવામાં આવે છે.

No comments:

Post a Comment