Wednesday, November 18, 2015

બેસ્ટ ગઝલ best gazal


Chupke chupke raat din aansu bahaana yaad hai - 2
Humko ab tak aashiqui ka voh zamaana yaad hai
Chupke chupke raat din aansu bahaana yaad hai
Khench le na voh mera parde ka kona daffatan - 2
Aur dupatte se tera voh munh chhupaana yaad hai
Humko ab tak aashiqui ka voh zamaana yaad hai
Chupke chupke raat din aansu bahaana yaad hai
Berukhi ke saath sunna darde dil ki daastan-2
Woh kalai main tera kangan ghumana yaad hai
Humko ab tak aashiqui ka woh zamana yaad hai
Chupke chupke raat din aansu bahaana yaad hai
Waqte ruksat alvida ka lafz kehne ke liye-3
Woh tere sookhe labon ka thar tharana yaad hai
Humko ab tak aashiqui ka woh zamana yaad hai
Chupke chupke raat din aansu bahaana yaad hai
aagaya kal wasl kee shab bhee kahi zikr-e-firaaq-2
Woh tera ro ro ke bhi mujhko rulana yaad hai
Humko ab tak aashiqui ka woh zamana yaad hai
Chupke chupke raat din aansu bahaana yaad hai
Do paher ki dhoop mein mere bulaane ke liye - 2
Voh tera kothe pe nange paaon aana yaad hai
Humko ab tak aashiqui ka voh zamaana yaad hai
Chupke chupke raat din aansu bahaana yaad hai
ba hazaran istirabo sad hazaraan ishteyaque - 2
tujhse vo pehle pehel dil ka lagana yaad hai
Humko ab tak aashiqui ka voh zamaana yaad hai
Chupke chupke raat din aansu bahaana yaad ha
*jaan kar hota tujhe wo kasad-e-pabosi mera
aur tera thukra ke sar wo muskurana yaad hai
tujhko jab tanha kabhi pana to aj rahe lihaz
hale dil baton hi baton me jatana yaad hai
jab siwa mere tumhara koi diwana na tha
sach kaho kya tumko bhi wo karkhana yaad hai*

Tuesday, June 16, 2015

Yoga position યોગ સ્થિતિ

Tet 2 paper solutionટેટ ના પેપર નુ સોલ્યુસન

સમાસ ...ગુજરાતી વ્યાકરણ

સમાસ

ઉમેશ્ એમ્.બેરડિયા...
સમાસ

સમાસ એટલે શું ?

બે કે વધુ પદો જોડાઇને એક પદ કે એકમ બને ત્યારે તે પ્રક્રિયાને ‘સમાસ’ કહેવામાં આવે છે.

સમાસનો વિગ્રહ કોને કહેવાય ?

સમાસનો વિગ્રહ એટલે સમાસમાં બંને પદને એમની વચ્ચેના અને એમના વાકય સાથેના સંબંધો વ્યકત થાય એ રીતે છૂટાં પાડવાં,

વિગ્રહ કરતી વખતે એ પદો વચ્ચે સંબંધ બતાવવા વિભકિતના પ્રત્યયો/અનુગ/નામયોગીઓ મુકવામાં આવે છે.

સમાસના પ્રકાર

દ્વન્દ્વ સમાસ

તત્પુરુષ સમાસ

કર્મધારય સમાસ

બહુવ્રીહી સમાસ

મધ્યકપદલોપી સમાસ

ઉપપદ સમાસ

દ્વન્દ્વ સમાસઃ                      

દ્વન્દ્વ સમાસનો વિગ્રહ પૂર્વ પદ અને ઉત્તરપદ વચ્ચે‘અને’મૂકીને થાય તો તેને ‘ઈતરેતર દ્વન્દ્વ’સમાસ કહેવાય.

ઉ.દાઃઅંજળ – અન્ન અને જળ

દ્વન્દ્વ સમાસનો વિગ્રહ કયારેક પૂર્વ  પદ અને   ઉત્તરપદ વચ્ચે‘કે’મૂકીનેપણ થાય  તો  તેને ‘વૈકલ્પિક દ્વન્દ્વ’ સમાસ કહૈવાય.

ઉ.દાઃ કુવોહવાડો-કુવો કે હવાડો

તડકાછાંયા

હળવેહળવે

હ્રષ્ટપુષ્ટ

હારજીત

જયપરાજય

નવાજૂના

વેશટેક

માબાપ

રાગદ્વેષ

લાભાલાભ

રાત દિવસ

આપ-લે

નિશદિન

તારટપાલ

જીર્ણશીર્ણ

વીસત્રીસ

સવારસાંજ

શુભઅશુભ

ચઢઉતર

ગુરુશિષ્ય

આબોહવા

દસબાર

આજકાલ

જમણુંડાબું

તત્પુરુષ સમાસઃ

   આ સમાસના પદો વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે.

   આ સમાસના પદોને અર્થાત્ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિભક્તિના પ્રત્યય/ અનુગ /નામયોગીઓ મૂકીને વિગ્રહ કરવામાં આવે છે.

   વિભકિત

પ્રત્યય

ઉદાહરણ

     વિગ્રહ

કર્મતત્પુરુષ

ને

મરણશરણ

મરણ ને શરણ

કરણતત્પુરુષ

થી/વડે

રત્નજડિત

રત્ન થી જડિત

સંપ્રદાનતત્પુરુષ

માટે

યુદ્ધસજ્જ

યુદ્ધ માટે સજ્જ

અપાદાનતત્પુરુષ

થી/માંથી

ચિંતામુકત

ચિંતા માંથી મુકત

સંબંધતત્પુરુષ

નું/ના/ની/નો

રાષ્ટ્રધ્વજ

રાષ્ટ્ર નો ધ્વજ

અધિકરણતત્પુરુષ

માં/પર/પ્રત્યે

વનવાસ

વન માં વાસ

તત્પુરુષ સમાસના ઉદાહરણઃ

મૃત્તિકરૂપ

સંસારસેવક

ચરણરજ

કાળભર્યા

નિત્યનિયમ

જનવૃંદ

પત્રવ્યવહાર

પાદત્રાણ

બ્રહ્મનાદ

કાવ્યસંગ્રહ

મિટ્ટકણ

પૃથિવીવલ્લભ

રામવિજય

રંગભૂમિ

યુધિષ્ઠિર

પાપમુક્ત

નરપુંગવ

માતૃભકત

ધ્યાનભંગ

પ્રેમાનંદ

નંદકુંવર

વિદ્યાર્થીજીવન

ગૌરવભર્યા

ગજરાજ

સુરાવલી

ભૂતળ

એકાંતવાસ

ધ્યાનભંગ

દર્દભર્યા

મઢીઓટે

કર્ણપ્રિય

નૌકારોહણ

વિજ્ઞાનશિક્ષક

આબરૂ

નર્મદાકાંઠે

વાતાવરણ

પાપમુકત

ધરાતલ

પિયરઘર

જળધારા

વૃંદાવન

નામાંકિત

માતૃભકત

ધનુષકોડી

માનવસેવા

ઘરપ્રવેશ

વનલાવરી

જન્મજાત

અંતર્ભાવ

સૂત્રોચ્ચાર

પ્રાદી તત્પુરુષ સમાસ

જયારે સમાસના પહેલા પદમાં ઉપસર્ગ આવે ત્યારે

તેવા સમાસને પ્રાદી તત્પુરુષ સમાસ

અતિવૃષ્ટિ

દુર્ગુણ

પ્રખ્યાત

પરાજય

કુટેવ

અત્યંત વૃષ્ટિ

ખરાબ ગુણ

વધારે ખ્યાત

ઊલટો જય

ખરાબ ટેબ

નઞ તત્પુરુષ સમાસ

સમાસ નો વિગ્રહ કરતાં પૂર્વપદ અ/અનુ/અણ/ન આવે,જેનો અર્થ નકાર થાય તેવા સમાસને  નઞ તત્પુરુષ સમાસ

અભેદ

અનશન

અણગમો

નવસ્ત્ર

ભેદ નહિ તે

અશન નહિ તે

ગમે નહિ તે

વસ્ત્ર નહિ તે

કર્મધારય સમાસઃ

પૂર્વપદ જયારે ઉત્તરપદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય ત્યારે કર્મધારય સમાસ બને છે.

        કર્મધારય સમાસ જુદીજુદી રીતે બને છે                         ઉદાહરણ

મુખ્ય પદ વિશેષ્ય હોય અને ગૌણ પદ વિશેષણ હોયત્યારે તમને સીધી રીતે જ છૂટાં પાડવાં.

જીવનસુંદરી – જીવન રૂપી સુંદરી

ભરસભા-ભરી સભા

પરદેશ – બીજો દેશ

દેહલતા –દેહ રૂપી લતા

કાજળકાળી –કાજળ જેવી કાળી

જ્ઞાનસાગર-જ્ઞાન રૂપી સાગર

શબ્દપ્રમાણ-શબ્દ એ જ પ્રમાણ

વિષયાન્તર- અન્ય વિષય

ઘનશ્યામ – ઘન જેવું શ્યામ

નરસિંહ – સિંહ જેવો નર

નવયુગ- નવો યુગ

મહોત્સવ –મહા ઉત્સવ

વૃદ્ધાવસ્થા –વૃદ્ધ એવી અવસ્થા

જ્ઞાનમાત્ર –માત્ર જ્ઞાન

ભાષાંતર –બીજીભાષામાં રૂપાન્તર

મુખ્ય પદ ઉપમેય હોય ગૌણ પદ ઉપમાન હોયત્યારે ઉપમાવાચક શબ્દ ઉમેરવો

મુખ્ય પદ વિશેષણ હોય અને ગૌણ પદ ઉપમાન હોય

ત્યારે પણ ઉપમાવાચક શબ્દ મૂકીને વિગ્રહ કરવો.

મુખ્ય પદ જાતિ વાચક સંજ્ઞા હોય અને ગૌણ પદ

વ્યકિતવાચક સંજ્ઞા હોય ત્યારે તેનો વિગ્રહ‘એ જ‘ઉમેરીને કરવો,

કર્મધારય સમાસમાં વિશેષણ તરીકે કામ કરતાં પદ

તરીકે ‘ન’‘ના’ જેવાં નિષેધવાચક પદો પણ આવે છે.

કોઇ વાર વિશેષ્ય પદ પહેલું હોય તો તેને બીજું મૂકવું.

મધ્યમપદલોપી સમાસ

આ સમાસમાં પૂર્વપદ અને

ઉત્તરપદ વચ્ચેથી એક કે વધુ

પદોનો લોપ થયોહોય જે

વિગ્રહ વખતે ઉમેરવા પડે

છે તેને મધ્યમપદલોપીસમાસ

કહે છે.

દવાખાનું-દવા મેળવવા માટેની જગ્યા

સિંહાસન-સિંહની આકૃતિવાળું આસન

દીવાદાંડી –દીવો બતાવતી દાંડી

ઘોડાગાડી-ઘોડા વડે ચાલતી ગાડી

વર્તમાનપત્ર- વર્તમાન સમાચાર આપતું પત્ર

ધર્મક્ષેત્ર –ધર્મ આચરવાનું ક્ષેત્ર

લોકવાયકા –લોકોમાં પ્રચલિત વાયકા

વરાળયંત્ર –વરાળથી ચાલતું યંત્ર

બહુવ્રીહી સમાસ

જે સમાસનાં બન્ને પદ વચ્ચે વિશેષણ-

વિશેષ્યનો વિભકિતનો અથવા ઉપમાન-

ઉપમેયનો સંબંધ હોય,અન

Sunday, June 14, 2015

ટેટ ટાટ સિલેબસ

🔯Teacher's Exam Information🌻

➡🍀-:TET -1 અભ્યાસક્રમ:-
વિવિધ હેતુલક્ષી પ્રશ્નો : 150
સમય : 90 min
વિભાગ:1 બાલ વિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો : 30 ગુણ
વિભાગ:2 ભાષા 1 (ગુજરાતી) : 30 ગુણ વિભાગ:3 ભાષા 1 (અંગ્રેજી) : 30 ગુણ
વિભાગ:4 ગણિત : 30ગુણ
વિભાગ:5 પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન,સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો ની જાણકારી : 30 ગુણ

[TET -1 ની ઓનલાઈન તૈયારી કરવા માટે અહીં ક્લિક કરો. http://kachhua.com/marketyard/MarketItems/view?id=67&ref=1757&data=post

-:TET -2 અભ્યાસક્રમ:

આ પરીક્ષા બે વિભાગમાં લેવાય છે બંને વિભાગ ગુણભાર 75-75 ગુણ છે 

વિભાગ -1 (75 પ્રશ્નો - 75 ગુણ)  

1.બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (25 પ્રશ્નો – 25ગુણ) (Child Development & Pedagogy)

2.ગુજરાતી ભાષા તથા અંગ્રેજી ભાષા (25 પ્રશ્નો – 25 ગુણ)

3.સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી (25 પ્રશ્નો- 25 ગુણ)

વિભાગ -2 (75 પ્રશ્નો - 75 ગુણ)

4.ગણિત-વિજ્ઞાન અથવા 
ભાષા (ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત) અથવા
સામાજિક વિજ્ઞાન 

[TET -2 ની ઓનલાઈન તૈયારી કરવા માટે અહીં ક્લિક કરો. ( વિભાગ 1) http://kachhua.com/marketyard/MarketItems/view?id=71&ref=1757&data=post
[TET -2 ની ઓનલાઈન તૈયારી કરવા માટે અહીં ક્લિક કરો. ( વિભાગ 2-ગણિત-વિજ્ઞાન) http://kachhua.com/marketyard/MarketItems/view?id=69&ref=1757&data=post
[TET -2 ની ઓનલાઈન તૈયારી કરવા માટે અહીં ક્લિક કરો. ( વિભાગ 2- ભાષા) http://kachhua.com/marketyard/MarketItems/view?id=68&ref=1757&data=post
[TET -2 ની ઓનલાઈન તૈયારી કરવા માટે અહીં ક્લિક કરો. ( વિભાગ 2-સામાજિક વિજ્ઞાન) http://kachhua.com/marketyard/MarketItems/view?id=70&ref=1757&data=post

🌻🍀💐-:HTAT અભ્યાસક્રમ :-
આ પરીક્ષા બે વિભાગ માં લેવાશે, જેમાં તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે.
વિભાગ ૧.                   ૭૫ ગુણ
વિભાગ ૨. .                   ૭૫ ગુણ
કુલ ગુણ                        ૧૫૦
સમય                           ૧૨૦ મિનીટ

વિભાગ ૧ (ત્રણ પેટા વિભાગ છે..)

(1) સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો

(2) વહીવટી સંચાલન :

(3) મેથડો લોજી અને એજ્યુકેશન સાયકોલોજી

વિભાગ – ૨
આ વિભાગ માં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવશે. પરંતુ તેના કઠિનતા મુલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૯ અને ૧૦) પ્રમાણે રહેશે. પરંતુ દરેક વિષયનું ગુણ ભારાંક સમાન રહે તે જરૂરી નથી.
(આ કસોટી માં બંને વિભાગ માં જુદા જુદા ઓછા માં ઓછા ૫૦ ટકા ગુણ અને બંને મળી ઓછા માં ઓછા ૬૦ ટકા મેળવેલ હશે. તો જ પાસ ગણાશે. અનામત ઉમદેવાર માટે ૫૫ ટકા ગુણ મેળવીને ઉર્તીણ થવાનું રહેશે.)
➡[HTAT Primary  ની ઓનલાઈન તૈયારી કરવા માટે અહીં ક્લિક કરો. http://kachhua.com/marketyard/MarketItems/view?id=20&ref=1757&data=post
➡[HTAT Secondary  ની ઓનલાઈન તૈયારી કરવા માટે અહીં ક્લિક કરો. http://kachhua.com/marketyard/MarketItems/view?id=21&ref=1757&data=post

🔯➡કછુઆ ની સાથે તૈયારી કરવા માટેઉપર ની લીંક ઉપર ક્લિક કરી તમારી વિગત આપો. કછુઆ tet-1 અને tet -2 ના ફૂલ કોર્ષ માં વિડીયો લેકચર, ઓનલાઈન મટીરીયલ અને ટેસ્ટ  ની મદદ થી ઘરે બેઠાં જ તૈયારી કરી  છે.  HTAT માટે ડેઈલી ટેસ્ટ ના કોર્ષ ની મદદ થી તૈયારી કરો. આજે  જ ફોર્મ ભરો..

Friday, June 12, 2015

યાદ રાખવાની ઘની શોર્ટ કટ કી

જાણવા જેવુ

–વિજ્ઞાનને લગતા સાધનો–

1-ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
2-બેકમેન થર્મોમીટર :
તાપવિકાર માપક સાધન
3-બેરોમીટર : વાયુભાર માપક
સાધન
4-માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
5-મેખમીટર :પરાધ્વનિ વેગ માપક સાધન
6-રિફેકટોમીટર :વક્રીકારકતા માપક સાધન
7-લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
8-કિલનોમીટર : ઢાળ માપક સાધન કાયોમીટર :
અતિ નિમ્ન તાપ માપક સાધન
9-ગેલ્વેનોમીટર : વીજમાપક
સાધન
10-ગોનિયોમીટર : કોણ માપક સાધન
11-ગોસમીટર :
ચુંબકત્વ માપક સાધન
12-ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
13-ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
14-ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
15-એટમોમીટર : બાષ્પદર માપક સાધન
16-એકિટનોમીટર :
કિરણતીવ્રતા માપક સાધન
17-એનિમોમીટર : વાયુવેદ
દિશા માપક સાધન
18-ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક
સાધન
19-કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
20-ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
21-એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
22-ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું
પુસ્તકવાંચી શકે તેવું સાધન
23-માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને
મોટો બનાવતું સાધન
24-હાઈગ્રોફોન : પાણીની અંદર
અવાજનો વેગ માપતું સાધન
25-ગ્રામોફોન : રેકર્ડ પરથી
26-એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
27-ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું
સાધન
28-થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
29-માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું
સાધન
30-વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે
વપરાતું સાધન
31-સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો

ટેટ પેપર ના પ્રશ્નો નુ સોલ્યુસન

ટેટ-૧ ની પરીક્ષા પેપર સોલ્યુશન તા:૧૦-૦૬-૨૦૧૨ ♦

1.એક પતરાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે  88 સેમી અને 50 સેમી છે. આ પતરામાંથી 14 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઉંચાઈના કેટલા ખુલ્લા નળાકાર બનાવી શકાય?
જ. 10 નળાકાર બનાવી શકાય  (તર્ક: પતરાનું ક્ષેત્રફળ= લંબાઈ x પહોળાઈ = 88 સેમી  x 50 સેમી  = 4400 સેમી વર્ગ .. હવે 14સેમી ત્રીજયાવાળા વર્તુળ નો પરિઘ  = 2 x 22/7 x 14સેમી  = 88 સેમી . એટલે 14 સેમી ત્રિજ્યા વાળા ખુલ્લા એક નળાકાર નું ક્ષેત્રફળ  = 88 સેમી x 5 સેમી = 440 સેમી વર્ગ. અને હવે 4400 સેમી વર્ગ ભાગ્યા 440 સેમી વર્ગ = 10)

2. ગુજરાતની કઈ નદીઓ કુંવારિકા કહેવાય છે જે કચ્છના રણમાં સમાય છે?
જ. બનાસ, સરસ્વતી અને રૂપેણ

3. એક વ્યક્તિ પાંસે રૂ.1, રૂ. 5 અને રૂ. 10  નોટ સરખા પ્રમાણમાં છે. આ બધી નોટોની કુલ કિંમત રૂ.192 થાય, તો તે વ્યક્તિની પાંસે કુલ કેટલી નોટ હશે?
જ. 36  (તર્ક: ધારો કે એ વ્યક્તિ પાસે દરેકની x નોટ છે. એટલે x + 5x + 10x = 192. એટલે 16x = 192. એટલે x = 192/16 =12)

4. શાળામાં કાયમી દફતર તરીકે ક્યાં પત્રકનો સમાવેશ થાય છે?
જ. વયપત્રક

5. બે સંખ્યાઓનો ગુ.સા.અ. 5 અને લ. સા. અ. 60 હોય તો તે સંખ્યા પૈકી કઈ એકપણ ન હોઈ શકે?
જ. 10 (તર્ક: 15 અને 20 નો ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. 5 અને 60 માં પણ    ગુસાઅ 5 અને લસાઅ 60 થાય. પણ 10 સાથે બીજી કોઈ એવી સંખ્યા ના મળે જેનો  ગુસાઅ 5 અને લસાઅ 60 થાય)

6. Dictation is one of the important exercises in the language classroom. Here dictation means……….
જ. Teacher speaks and students write

7. “ટક્કર પટ્ટી” કઈ રમતમાં વપરાતો શબ્દ છે?
જ. કબડ્ડી

8. ચર્ચા-સંવાદ માટે નીચેના પૈકી કયો સાચો શબ્દ છે?
જ. dialogue

9. Which sentence is correct ?
જ. When have you joined this company?

10. પ્રાથમિક શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવા માટે નીચેના પૈકી કયું માળખું  રચાયેલું છે?
જ. GCERT – DIET – BRC – CRC – શાળા

11. કયું માપ સાચું નથી?
જ.1 મીલીમીટર=10 સેન્ટીમીટર

12. નીચેના માંથી કયો નિયમ આર્કીમીડીઝે  આપ્યો છે?
જ. કોઈપણ પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના કદ જેટલું પ્રવાહીનું સ્થળાંતર કરે છે.

13. શિક્ષકે નવી બાબત શીખવવા માટે સીધેસીધી વાત ન કરતા વિદ્યાર્થીઓને આછી-પાતળી જાણકારી હોય તેની ચર્ચા કરી નવો મુદ્દો તેમની સામે મુકવામાં આવે છે. આ બાબત ક્યાં કૌશલ્ય સાથે જોડાયેલી છે?
જ. વિષયાભિમુખ કૌશલ્ય

14. ‘સંયુક્ત રાષ્ટ્ર’ સંદર્ભે ‘વીટો પાવર’ સાથે નીચે પૈકી કયું વિધાન સૌથી યોગ્ય છે?
જ. સત્તા ધરાવતા પાંચ સભ્ય રાષ્ટ્રો પૈકી કોઈ પણ એકનો મત વિરોધી હોય તો નિર્ણય ન લઇ શકાય

15. Identify the assertive sentence.
જ. The flowers are very colourful.

16. The cyclone caused __________ damage to the city.
જ. extensive

17. નીચેનામાંથી કયો ક્રમ કક્કાવારી મુજબ યોગ્ય છે ?
જ. સમય, સંયમ, સુવાચ્ય, સુંદર, સૂરજ

18. ભાષાકીય રીતે સાચુ વાક્ય પસંદ કરો.
જ. શિક્ષકે ભાષા શિક્ષણમાં રસ નિષ્પન્ન કરાવી શકવું જોઈએ

19. Choose the past participle of ‘to go’
જ. gone

20. The showroom __________ by now.
જ. will have opened

21. મુત્રાશયનું મુખ્ય કાર્ય __________ છે.
જ. લોહી શુદ્ધ કરવાનું

22. માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે?
જ. ઝવેરચંદ મેઘાણી

23. “સાહજિક રીતે ખચકાયા વિના બોલે છે.” કથન  નો ક્ષમતા ક્રમાંક જણાવો.
જ. 2.5.1

24. I like mangoes, my friend Fiona likes them __________
જ. too

25. LL. B નું પૂરું નામ જણાવો.
જ. Bachelor of Laws

26. ધોરણ 1 માં દાખલ થયેલા બાળકોને પ્રથમ માસ દરમ્યાન કેવા અધ્યયન અનુભવ આપવા જોઈએ?
જ. શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી

27. જેના પર ધ્યાન કેન્દ્રિત થતા પ્રતિક્રિયા જન્માવે તેવા બાહ્ય કે આંતરિક પરિબળ માટે મનોવિજ્ઞાનમાં કયો પારિભાષિક શબ્દ વપરાય છે?
જ. ઉદ્વીપક

28. તમિલનાડુ નું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે?
જ. ભારત  નાટ્યમ

29. આ શિક્ષક ખુબજ સ્પષ્ટ વાત કરે છે. તેમની દરેક વાત __________ હોય છે.
જ. અસંદિગ્ધ

30. કાચો-પોચો માણસ હોય તો એની છાતીના પાટિયા જ બેસી જાય. વાક્યમાં કાચો-પોચો શબ્દને કેવીરીતે
ઓળખીશું?
જ. દ્વિરુક્ત

31. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા મનોવૈજ્ઞાનિક કોણ હતા?
જ. ઈ. એલ. થોર્ન ડાઇક  ( Edward Lee Thorndike )

32. ‘આંકડે મધ’ શબ્દ પ્રયોગ નીચેના પૈકી કઈ સ્થિતિમાં કરવામાં આવે છે?
જ. કાર્ય સરળ હોય ત્યારે

33. પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે?
જ. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ

34.ગુજરાતના ક્યાં ક્રાંતિવીર ‘ડુંગળી ચોર’ તરીકે જાણીતા છે?
જ. મોહનલાલ પંડ્યા

35. સિદ્ધરાજ જયસિંહ નો જન્મ ક્યાં થયો હતો?
જ. પાલનપુર

પ્રેમ ..એક મનોવિજ્ઞાન આધાર

પ્રેમ

પ્રેમ - મનોવૈજ્ઞાનિક આધાર

મનોવિજ્ઞાન પ્રેમને ઇંદ્રિયગત અને સામાજિક ઘટના તરીકે વર્ણવે છે.માનસશાસ્ત્રીt (Psychologist) રોબર્ટ સ્ટર્નબર્ગે (Robert Sternberg) પ્રેમનો ત્રિકોણીયો સિદ્ધાંત (triangular theory of love) ઘડી કાઢ્યો અને એવી દલીલ કરી હતી કે પ્રેમના ત્રણ અલગ ઘટકો છે, ઘનિષ્ટતા, પ્રતિબદ્ધતા અને આવેગ.ઘનિષ્ટતા એક એવું સ્વરુપ છે, જેમાં બે જણા તેમના રહસ્યો અને વ્યક્તિગત જીવનની વિવિધ વિગતોનું આદાન પ્રદાન કરે છે અને સામાન્યપણે મિત્રતા અને રોમેન્ટિક પ્રેમ સંબંધોમાં જોવા મળે છે. બીજી તરફ પ્રતિબદ્ધતા સંબંધો કાયમી રાખવાની અપેક્ષા છે. પ્રેમનું છેલ્લુ અને સૌથી સામાન્ય સ્વરુપ છે જાતિય આકર્ષણ અને આવેગઆવેગાત્મક પ્રેમ મોહ તેમ જ રોમેન્ટિક પ્રેમમાં દર્શાવાય છે.પ્રેમના તમામ સ્વરુપોને આ ત્રણ ઘટકોના અલગ અલગ સંયોજનો તરીકે જોવામાં આવે છે. અમેરિકી માનસશાસ્ત્રી ઝિક રુબિન (Zick Rubin) પ્રેમને સાઇકોમેટ્રિક્સ (psychometrics) દ્વારા વ્યાખ્યાયિત કરે છે. તેમનું કાર્ય જણાવે છે કે ત્રણ ઘટકો પ્રેમની રચના કરે છે, આસક્તિ, કાળજી અને ઘનિષ્ટતા.

ફ્રેટર્નલ લવ (પ્રીહિસ્ટોરિક કલ્ચર ફ્રોમ 250–900 A.D., ઓફ વાસ્ટેક (Huastec) ઓરિજિન). હેલેપે (Xalapa), વેરક્રુઝ (Veracruz), મેક્સિકો (Mexico)માં . મ્યુઝિયમ ઓફ એન્થ્રોપોલોજી (Museum of Anthropology).

ધન ભાર અને ઋણ ભાર એકબીજાને આકર્ષે છે, તેવી કુલમ્બના નિયમ (Coulomb's law) જેવા વિદ્યુત સિદ્ધાંતોના પગલે માનવ જીવનમાં પણ "વિરોધીઓ વચ્ચે આકર્ષણ" જેવા સામ્યો વિકસ્યા હતા.ગઈ સદીમાં, માનવ સંવનનની પ્રકૃતિ અંગે થયેલા સંશોધનોમાં સામાન્યપણે જણાયું છે કે જ્યારે ચરિત્ર અને વ્યક્તિત્વનો મુદ્દો આવે છે, ત્યારે આ સાચુ નથી, કેમ કે લોકો તેમના જેવા લોકોને પસંદ કરવાનું વલણ ધરાવે છે. જોકે, પ્રતિકારશક્તિ વ્યવસ્થાઓ જેવા, કેટલાક અસામાન્ય અને ચોક્કસ ક્ષેત્રોમાં એવું જણાય છે કે માણસો તેમના જેવા ના હોય, તેવા (દા.ત. ઓર્થોગોનલ પ્રતિકારશક્તિ વ્યવસ્થા ધરાવતા) લોકોને પસંદ કરે છે, કારણ કે તેના કારણે એવું બાળક પેદા થશે, જે બંને દુનિયાના શ્રેષ્ઠ તત્વો ધરાવતું હોય. તાજેતરના વર્ષોમાં, માનવ અનુબંધ (human bonding)ના વિવિધ સિદ્ધાંતો વિકસ્યા છે, જેને આસક્તિ, બંધનો, અનુબંધો અને સ્નેહની પરિભાષામાં વર્ણવવામાં આવ્યા છે.

કેટલાક પાશ્ચાત્ય નિષ્ણાતો પરોપકાર અને આત્મરતિ, આ બે મુખ્ય ઘટકો અલગ પાડે છે.સ્કોટ પેક (Scott Peck)ના સંશોધનોમાં આ દ્રષ્ટિબિન્દુ ડોકાય છે. વિનિયોજિત મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના કાર્યએ પ્રેમ અને અનિષ્ટની વ્યાખ્યાઓને ઊંડાણપુર્વક તપાસી હતી.પેક જણાવે છે કે પ્રેમ "બીજાની આધ્યામિત્ક વૃદ્ધિ માટેની નિસબત" અને સરળ આત્મરતિવૃત્તિનું સંયોજન છે. આ સંયોજનમાં પ્રેમ એક પ્રવૃત્તિ છે, માત્ર લાગણી નહીં.

પ્રાથના

પ્રાર્થના
અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથ જી ધરું.

મારા ઘટ માં બિરાજતા
શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારું મનડું છે ગોકુલ વનરવન
મારા તન ના આંગણિયા માં તુલસીના વન
મારા પ્રાણ જીવન – મારા ઘટમાં
મારા આતમ ના આંગણે શ્રી મહાપ્રભુજી
મારી આંખો દીસે ગિરધારી રે ધરી
મારું તનમન થયું જેને વારી રે રે વારી
મારા શ્યામ મુરારી – મારા ઘટ માં
મારા પ્રાણ થાકી મને વૈષ્ણવ વ્હાલા
નિત કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજી ના કીધા છે દર્શન
મારું મોહી લીધું મન – મારા ઘટ માં

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

ાત સરસ્વતી વિદ્યાદાયિની
ગહનગતિ તુજ વીણાવાદિની

ઉર વીણાંના તારે તારે
તું સચરાચર જ્યોતિ ઉભારે
મધુમય રાગિણી, ભવભય હારિણી
જ્ઞાનની દેવી, જીવન સંવારે
શ્વેતવસન ધર, ધવલ પ્રકાશિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની

કંઠમાં સ્વર આપે તો હું મા !
તુજ ભક્તિનાં ગીતો ગાઉં
આપે જો સમદ્રષ્ટિ, સુબુધ્ધિ
ભીતરની જડતાને ભગાઉ
મનમંદિર વસે, મયુરવિહારિણી
……………ગહનગતિ તુજ વીણાવાદિની

આ રંગભીના ભમરાને
કહોને કેમ કરી ઉડાડું ?
ફૂલ-ફટાયો પજવે મુજને
ના પાડું ?
હા પાડું !

પ્રીતભર્યા સરવરના નીરે
ગળાબૂડ ઊભી જ્યાં ધીરે
ઘૂંઘટ ખેંચી લજવે મુજને
ના પાડું ?
હા પાડું !

ઉર કમળને કોરી કોરી
ગુનગુનતો ગાતો રસહોરી
રૂપરસીલો રીઝવે મુજને
ના પાડું ?
હા પાડું !

- ભાસ્કર વોરા

ાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે

પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.

કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!